પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાની પહેલી વર્ષગાંઠ નિમિત્તે એક એવી મોબાઇલ એપ શરૂ કરાઇ

નવીદિલ્હી: હર કામ દેશ કે નામ શ્રેણી હેઠળ આજે પ્રધાનમંત્રી કિસાન નિધિની વાત કરીશું . મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાની ગઇકાલે પહેલી વર્ષગાંઠ નિમિત્તે એક એવી મોબાઇલ એપ શરૂ કરાઇ છે જેને ડાઉનલોડ કરનાર ખેડૂત પોતાના બેંક ધિરાણની પરત ચુકવણી અને નવી લોન માટે ની પાત્રતા વિષે વાકેફ રહી શકશે.
કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે “પીએમ કિસાન “ એપ નો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે ખેડૂત પરિવારો ની આવક બમણી કરવાની ઝુંબેશ માં આવી મોબાઇલ એપ મહત્વ ની મદદ કરશે.
ગુજરાતમાં પણ ઠેર ઠેર પીએમ કિસાન નિધિ દિવસની ઉજવણી થઈ હતી અને ખેડૂતોના સાચા હામી તરીકે મોદી સરકારે ભરેલા પગલાં ની સૌ એ પ્રશંશા કરી હતી.નવસારીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલે કહ્યું હતુ કે નવસારી ના સવા લાખ ખેડૂતો ને આ યોજના નો લાભ મળતા ખેતી ખર્ચ પૂરતી આર્થિક સગવડ થઈ છે.
કૃષિ વૈજ્ઞાનિક કે. સી. ટિંબડિયા એ કહ્યું હતું કે, ખેડૂતો હવે ખર્ચનું અર્થશાસ્ત્ર સમજતા થાય તો ખેતી માં કેટલો નફો મળે છે તેની ગણતરી કરી શકે.