પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન ૨૭મીએ લોન્ચ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/PM11-1024x576.jpg)
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે એક મોટી યોજનાની શરૂઆત કરવાના છે. જેમાં દરેક ભારતીયને યુનિક હેલ્થ આઈડી મળશે. પીએમ મોદી ૨૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કરશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આની જાણકારી આપી છે.
યુનિક હેલ્થ આઈડીમાં વ્યક્તિનો પૂરો હેલ્થ રેકોર્ડ હશે. જાણકારી અનુસાર જે યુનિક આઈડી મળશે તે લોકોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની મદદથી બનશે. પીએચ-ડીએચએમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સ્વાસ્થ્ય સેવા પ્રણાલી વધારે શ્રેષ્ઠ કરવાનો છે.
આને હેલ્થકેરની જરૂરિયાતોનુ વન-સ્ટોપ સોલ્યુશન બનાવવાની તૈયારી છે. આને હેલ્થકેર સર્વિસ આપનારા સંસ્થાનો સુધી પહોંચાડવુ ઘણુ સરળ હશે અને તેની જવાબદારી પણ વધશે. યુનિક હેલ્થ આઈડી એક ૧૪ અંકોને રેન્ડમ રીતે જનરેટ નંબર હશે.
આની મદદથી શખ્સનુ હેલ્થ રેકોર્ડ રાખવામાં આવી શકે છે. જરૂરી નથી કે તે આધારકાર્ડથી જ બનાવવામાં આવે, માત્ર ફોન નંબરની મદદથી પણ યુનિક આઈડી બનાવવામાં આવી શકશે. આધારને યુનિક હેલ્થ આઈડી તરીકે ઉપયોગ કેમ કરી શકાતો નથી.
આનો જવાબ આપતા મંત્રાલયે પહેલા જ જણાવ્યુ કે આધારને માત્ર તે સ્થળો પર લિંક કરવુ જરૂરી છે જ્યાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત હોય. આનો ક્યાંય બીજે ઉપયોગ કરી શકાતો નથી.
પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને પહેલા આ સ્કીમને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કહેવામાં આવતુ હતુ. વડાપ્રધાન ડિજિટલ હેલ્થ મિશન હાલ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યુ છે. જેના હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્દીપ અને પોંડીચેરીમાં આંકડા એકત્ર કરવામાં આવી રહ્યા છે.SSS