પ્રધાનમંત્રી દ્વારા 16 જૂલાઈએ વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને લોકાર્પણ
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જુલાઈ, 2021 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં ગેજ પરિવર્તન, નવા વીજળીકૃત સુરેન્દ્રનગર-પીપાવાવ સેકશન અને પુનર્વિકાસ થયેલ ગાંધીનગર કેપિટલ રેલ્વેની આકર્ષક અને વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. માનનીય પ્રધાનમંત્રી ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ સેવા સહિત 2 ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે.
રેલ્વેનો ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસમાં પણ મોટો ફાળો છે, જે તેની જીવંત સંસ્કૃતિ માટે જાણીતો છે. આ પ્રોજેક્ટ્સનું વિવરણ, પ્રમુખ વિશેષતાઓ અને ફાયદા નીચે મુજબ છે:-
પશ્ચિમ રેલ્વે પર વિવિધ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને લોકાર્પણ તથા લીલી ઝંડી દર્શાવીને નવી ટ્રેન સેવાઓનું શુભારંભ
● ગેજ પરિવર્તન અને વીજળીકૃત મહેસાણા-વરેઠા બ્રોડગેજ સેકશન (વડનગર સ્ટેશન સહિત) નું લોકાર્પણ
● સુરેન્દ્રનગર-પીપાવાવ વીજળીકૃત સેકશનનું લોકાર્પણ
● ગાંધીનગર કેપિટલ-વારાણસી જંકશન વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસને લીલી ઝંડી દર્શાવીને શુભારંભ
● ગાંધીનગર કેપિટલ અને વરેઠા વચ્ચે નવી મેમુ સેવાને લીલી ઝંડી દર્શાવીને શુભારંભ
A.મહેસાણા-વરેઠા ગેજ પરિવર્તન અને વીજળીકૃત બ્રોડગેજ લાઇન (વડનગર સ્ટેશન સહિત)
293.14 કરોડ રૂપિયાના ખર્ચે મહેસાણા-વરેઠા રેલ્વે સેકશનનું ગેજ પરિવર્તન (55 કિ.મી.) પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ 74.66 કરોડ રૂપિયાના ખર્ચે આ સેકશનનું વીજળીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 367.80 કરોડ રૂપિયા છે. વડનગર-વરેઠા રેલ સેક્શન 11 નવેમ્બર, 2020 ના રોજ પૂર્ણ થયો હતો, જ્યારે મહેસાણા-વડનગર સેક્શન 23 જૂન, 2019 ના રોજ પૂર્ણ થયો હતો.
મહેસાણા-વરેઠા સેક્શનની મુખ્ય લાક્ષણિકતાઓ
❖ આ સેકશન પર 04 નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગ સાથે કુલ 10 નવા સ્ટેશન છે.
➢ ‘બી’ શ્રેણીના સ્ટેશન: વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા
➢ ‘ડી’ શ્રેણીના સ્ટેશન: પીલુદ્રા, રંડાલા, પુદ્ગમ ગણેશપુરા, ગુંજા, કેસિમ્પા અને કાદરપુર
❖ વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા ખાતે નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ
❖ અહીં 4 મોટા પુલ, 67 નાના પુલ અને 43 LHS/ RUBs છે.
❖ વીજળીકરણ સાથે ગેજ પરીવર્તને આ મહત્વપૂર્ણ રેલ્વે સેકશનને મહેસાણા થઈને અમદાવાદ-દિલ્હી બ્રોડગેજ લાઇન સાથે જોડ્યો છે.
મહેસાણા-વરેઠા રેલવે સેકશનનું વીજળીકરણ
❖ રેલવેના મિશન શત-પ્રતિશત વીજળીકરણ નીતિ અંતર્ગત મહેસાણા-વરેઠા સેકશન (55 રૂટ કિ.મી.) નું વીજળીકરણ કરવામાં આવ્યું છે.
❖ આ વીજળીકરણ સ્વચ્છ, લીલોતરી, ઝડપી અને પર્યાવરણને અનુરુપ રેલ પરિવહન પ્રદાન કરશે, જે કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
પ્રોજેક્ટના પ્રમુખ ફાયદા
❖ વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ સાથે જોડાણ
❖ અમદાવાદ-જયપુર-દિલ્હી મુખ્ય લાઇન સાથે જોડાણ
❖ આ ક્ષેત્રના લોકો માટે પરિવહનના ઝડપી અને વધુ સારા માધ્યમો.
❖ આ ક્ષેત્રમાં વસતા સ્થાનિક લોકો માટે વિશાળ ફાયદાકારક તકોના દરવાજા ખુલશે, જેઓ આ દૂરસ્થ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
❖ આ વીજળીકરણ આર્થિક, પર્યટન અને કૃષિ વિકાસને વેગ આપશે અને આ ક્ષેત્રના લોકોને સારી તકો પ્રદાન કરશે.
આ સેક્શનનું એક પ્રમુખ સ્ટેશન વડનગર છે, જે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ શહેર છે અને વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિકસિત કરવામાં આવ્યું છે. વડનગર સ્ટેશન બિલ્ડિંગને પથ્થરની કોતરણીનો ઉપયોગ કરીને સૌંદર્યલક્ષી રીતે બનાવવામાં આવી છે. તેના પ્રવેશદ્વાર અને નિકાસદ્વારને આર્કિટેક્ચરલ ડિઝાઇનથી વિશેષરૂપે શણગારવામાં આવ્યો છે સાથે જ તેના પરિભ્રમણ વિસ્તારને લેન્ડસ્કેપ જેવા આકર્ષક દેખાવ પણ આપવામાં આવ્યો છે. વડનગર હવે બ્રોડગેજ લાઇન દ્વારા બાકીના ભારત સાથે જોડવામાં આવશે તથા દેશના વિવિધ ભાગોને આ વિસ્તાર સાથે જોડવા માટે આ સેકશન પર પેસેન્જર અને માલગાડીઓને એકીકૃત દોડાવી શકાશે.
વડનગર રેલ્વે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ
(A) 425 મીટર લંબાઈના બે પેસેન્જર પ્લેટફોર્મ.
(B) બંને પેસેન્જર પ્લેટફોર્મને જોડતો ફુટ ઓવર બ્રિજ.
(C) સર્કૃલેટિંગ એરિયા સાથે સ્ટેશન બિલ્ડિંગ.
(D) કેફે સાથે પેસેન્જર વેઇટિંગ રૂમ.
(E) સામાન્ય અને મહિલા યાત્રીઓ માટે વેઇટિંગ રૂમ.
(F) પ્લેટફોર્મ નંબર 1 પર 529.20 ચો.મી.ના કદના પ્લેટફોર્મ કવર શેડ.
(G) શૌચાલય સુવિધાઓ
(H) પાણીના ફુવારા લગાવીને પાણી …