પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને બેન્કિંગ સિસ્ટમમાં અટવાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ
અરવલ્લી:પ્રધાનમંત્રી પાકવિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા છે ખેડૂતોનો જો પાક નિષ્ફળ જાય તો તેમનો વળતર માટે વીમો આપવામાં આવે છે, પણ આ યોજનામાં રહેલી અનેક આંટીઘૂંટી તેમજ સિસ્ટમથી ખેડૂતો મુશ્કેલીમાં મુકતા હોય છે અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો તો ગયો પણ કેટલાક ખેડૂતોને આ સિઝનનો વીમો નથી લીધો કહી હાથ ખંખેરી લેતા ખેડૂતો પાક વીમો મેળવવા વલખા મારી રહ્યા છે ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાતા આત્મહત્યા કરવા મજબુર બનવું પડે તેવી દયનિય સ્થિતિ પેદા થઈ છે
ખેડુતો જ્યારે બેંક પાસેથી પાક ધિરાણ મેળવે છે ત્યારે નિયમ પ્રમાણે પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત તેમને ફરજીયાત વિમો લેવો પડતો હોય છે. જોકે આ વિમો આપતી વખતે ખેડુતોને જાણ કરવામાં આવતી નથી કે તેમનો વિમો લેવામાં આવ્યો છે. વિમાની રકમ લોન ની રકમમાં થી કપાઇ જાય છે ત્યારે ખેડુતો એ પણ ખબર હોતી નથી કે કઇ સિઝન માટે વિમો લેવામાં આવ્યો છે. બેંક અને વીમા કંપનીઓની આંટાગૂંટીમાં માત્ર જગતનો તાત હાલ તો મુશ્કેલીમાં મુકાયો છે,, અને કંપનીઓની સિસ્ટમમાં જાણે હેન્ગ થયો છે
ધનસુરા તાલુકાના શિકા ગામના ખેડૂતો તંત્રની સિસ્ટમનો ભોગ બન્યા છે. શીકા ગામમાં અતિવૃષ્ટી થવાના કારણે ગામના ખેડુતો વાવેલ તમામ પાક નિષ્ફળ ગયા છે. જેના કારણે ગામાના ખેડુતોએ પાક ધિરાણ સામે લીધેલ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત વિમો મેળવવા માટે અરજી કરી હતી. જોકે વિમા કંપનીના એજન્ટ વિમો અન્ય સિઝન હોઇ સર્વે કરવાની ના પાડતા ખેડુતો રોષે ભરાયા છે.શિકા દેના બેંક આગળ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી ખેડૂતોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાથી ખેડૂતો અજાણ હોય તેવું લાગી રહ્યું છે પાક વીમો ઉતારવાની સમગ્ર સિસ્ટમથી ખેડૂતોને દૂર રાખવામાં આવ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે સરકાર અને કંપનીના નિયમોથી ખેડૂતોને જાણ દૂર રાખવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, એક તરફ સરકાર ખેડૂતોના હિત માટે વિવિધ યોજનાઓ બનાવી રહી છે, પણ જાણે આ સિસ્ટમ શબ્દ ક્યાંથી લાવ્યા છે, તે કોઇને ખબર જ નથી પડતી, હાલ તો બેંક અને વીમા કંપનીઓ સિસ્ટમ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, અને ખેડૂતોને સિસ્ટમ શબ્દથી દૂર રખાયા છે.
શિકા દેના બેંકના મેનેજર અંશુ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બેંક મેનેજર ને આ અંગે પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતું કે, જે સિઝનમાં ખેડુતે ધિરણ મેળવ્યુ હોય તે સિઝનો વિમો આપમેળ લેવાય છે તેના માટે ખેડુતને અલગથી જાણ કરવાની હોતી નથી અને કોઇ પણ વિમો એક સિઝન પુરતો જ હોય છે.