Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે આપણે નેચરલ ફાર્મિંગ પર ભાર મૂકવો જાેઈએ

વારાણસી, વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં ગરમાવો ચરમસીમાએ છે. તમામ રાજકીય પક્ષોએ ડિજિટલ રીતે પ્રચાર કરવામાં તાકાત ઝોકી દીધી છે. કારણ કે ચૂંટણી પંચે ૨૨ જાન્યુઆરી સુધી રોડ શો અને રેલીઓ પર રોક લગાવી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે આપણે નેચરલ ફાર્મિંગ પર ભાર મૂકવો જાેઈએ. ખેડૂતોને કેમિકલ ફ્રી ખેતી માટે પ્રોત્સાહિત કરવા જાેઈએ. આપણે દરેકને આઝાદીના અમૃત મહોત્સવ સાથે જાેડવા જાેઈએ. અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ તરફથી ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પાર્ટી કાર્યકરો સાથે પીએમ મોદીનો આ પહેલો રાજકીય કાર્યક્રમ થયો.

અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ ૨૨ જાન્યુઆરીના રોજ એકવાર ફરીથી કોરોનાથી બનતા હાલાતની સમીક્ષા કરશે અને રોડ શોની મંજૂરી પર વિચાર કરશે. જાે કે એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ ઈનડોર રેલીમાં સીમિત સંખ્યામાં લોકોને સામેલ થવાની મંજૂરી આપી શકે છે.

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે ૪૦૩ વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી ૧૦ માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન સાથે થશે.

ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં ૫૫ બેઠકો પર, ૨૦ ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં ૫૯ બેઠકો પર, ૨૩ ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં ૬૦ બેઠકો પર, ૨૭ ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં ૬૦ બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં ૫૪ બેઠકો પર મતદાન થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.