પ્રધાનમંત્રી મોદીએ શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારાની ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) સહિત શૈક્ષણિક ક્ષેત્રમાં જરૂરી સુધારા અને મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ પર અને આ ટેક્નોલોજીના ઉપયોગનો સ્વીકાર અને એના થકી શિક્ષણ પ્રદાન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીમાં ઓનલાઇન ક્લાસીસ, એજ્યુકેશન પોર્ટલ અને સમર્પિત એજ્યુકેશન ચેનલો પર વર્ગ મુજબ પ્રસારણ સામેલ છે. આ બેઠકમાં નવા રાષ્ટ્રીય શૈક્ષણિક માળખા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની સાતત્યપૂર્ણ સુલભતા, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.