પ્રધાનમંત્રી મોદી મારા ઘરે આવે એમાં કંઇ ખોટું નથી : CJI ચંદ્રચુડ
રિટાયરમેન્ટ પહેલા CJI ચંદ્રચુડનું નિવેદન
ગણપતિ પૂજા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી CJIના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા
નવી દિલ્હી,દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિ પૂજા પર તેમના ઘરે આવે છે તેમાં કંઈ ખોટું નથી અને આવા મુદ્દાઓ પર “રાજકીય વર્તુળોમાં પરિપક્વતાની ભાવના” ની જરૂર છે. ચંદ્રચુડે એક કાર્યક્રમમાં કહ્યું, “વડાપ્રધાન મારા ઘરે ગણપતિ પૂજા માટે આવ્યા હતા. આમાં કશું ખોટું નથી કારણ કે સામાજિક સ્તરે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા સાથે સંકળાયેલી વ્યક્તિઓ વચ્ચે નિયમિત બેઠકો થતી રહે છે. આપણે રાષ્ટ્રપતિ ભવન, પ્રજાસત્તાક દિવસ વગેરે પર મળીએ છીએ.
ચંદ્રચુડે કહ્યું, “અમે વડાપ્રધાન અને મંત્રીઓ સાથે વાત કરીએ છીએ. વાતચીત દરમિયાન, અમે એવા મુદ્દાઓની ચર્ચા કરતા નથી કે જેના પર અમારે નિર્ણય લેવાનો હોય, પરંતુ સામાન્ય રીતે જીવન અને સમાજ સાથે સંબંધિત બાબતોની ચર્ચા કરીએ છીએ. CJIએ કહ્યું કે આ વાતનું સન્માન કરવું જોઈતું હતું કે એક મજબૂત-આંતર સંસ્થાકીય તંત્ર હેઠળ વાતચીત થઇ હતી.CJIએ કહ્યું કે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા વચ્ચે શક્તિઓના વર્ગીકરણનો અર્થ એ નથી કે બંનેની મુલાકાત ના થવી જોઇએ.
CJIએ કહ્યું હતું કે તેમણે અયોધ્યા રામ મંદિર વિવાદના ઉકેલ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. જ્યારે ચંદ્રચુડને આ નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે “શ્રદ્ધાના માણસ” છે અને તમામ ધર્માેનું સમાન રીતે સન્માન કરે છે. જસ્ટિસ ચંદ્રચુડે નિવૃત્તિ પહેલા આવી ટિપ્પણી કરી છે.મહત્ત્વપૂર્ણ છે કે ગણપતિ પૂજા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી CJIના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા, જ્યાં બંનેએ સાથે મળીને ગણેશ પૂજા કરી હતી.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં CJI અને તેમની પત્ની કલ્પના દાસ PM મોદીનું તેમના ઘરે સ્વાગત કરતા જોવા મળ્યા હતા.જો કે, ઘણા યૂઝર્સે ચિંતા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાનની CJIના ઘરની મુલાકાત પાછળ કોઈ ગુપ્ત હેતુ હોઈ શકે છે. ઘણા નેતાઓએ પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આનાથી ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર સવાલો ઉભા થાય છે.જસ્ટિસ ચંદ્રચુડ ૧૦ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પછી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા ચીફ જસ્ટિસ બનશે. તેઓ ૧૧ નવેમ્બરે શપથ લેશે.ss1