પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોરર્ટ થી મોદી ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના છે, વડાપ્રધાન એરપોર્ટથી સરદાર એસ્ટેટ લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રૂટ ઉપર નીકળવાના છે.
આ રૂટ ઉપર ફ્રન્ટલાઇનમાં રહેનાર 150થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બોડી કેમેરાથી સજજ હશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં પ્રથમ વખત પોલીસ બોડી કેમેરાનો ઉપયોગ કરશે.
ઉપરાંત રાજયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે ત્યારે આ સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર દ્વારા પ્લાન બી પણ તૈયાર રાખવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે.
વડાપ્રધાન આશરે 12 વાગ્યે પાવાગઢથી નીકળી 12.30 વાગ્યે એરપોર્ટ પહોંચવાના છે.
એરપોર્ટથી સભામંડપ સુધીના રૂટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ રૂટ ઉપર 51 હાઇરાઇઝ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. આ પોઇન્ટ ઉપર પોલીસ બાઇનોકયુલર અને વાયરલેસ સેટ સાથે ચાંપતી નજર રાખશે.