પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાત ખોટી: યુપી પોલીસ

લખનૌ, ઉતરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જાે કે ઉતરપ્રદેશ પોલીસે, કહ્યુ છે કે, પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ ઉપર કોઈ હુમલો થયો નથી.
વિધાનસભાની ચૂંટણી માટે સિદ્ધાર્થનાથ સિંહ ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત પ્રસરી હતી.
જાે કે કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથના કાફલામાં એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો, જેની પાસે બ્લેડ અને ઝેરનું પેકેટ છમળી આવ્યુ છે. પોલીસે શંકાના આધારે યુવકને કસ્ટડીમાં લીધો છે. સિદ્ધાર્થનાથે આરોપ લગાવ્યો છે કે યુવક હુમલો કરવાના ઈરાદાથી જ આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે સિદ્ધાર્થ નાથ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસની માહિતી અનુસાર, સિદ્ધાર્થ નાથ સિંહ તેમના નામાંકન માટે મુંડેરામાં તેમની ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને હિમાંશુ નામનો યુવક ધુમાનગંજ વિસ્તારમાં ભીડમાંથી બહાર આવીને તેની નજીક આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે બ્લેડ વડે પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, ત્યાં હાજર કામદારોએ હુમલાખોરને સમયસર પકડી લીધો હતો અને માર માર્યો હતો. આ પછી કાર્યકરોએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ આરોપી હુમલાખોરની પૂછપરછ કરી રહી છે.
જાે કે ઉતરપ્રદેશ પોલીસે સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાતને નકારી કાઢી છે. એસએસપી અજય કુમારે જણાવ્યું કે, એક માથાભારે યુવક સલ્ફાનું પેકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો. યુવાનનો આરોપ છે કે સિદ્ધાર્થનાથ સિંહે તેમનું કામ કર્યું નથી. તેણે બ્લેડ વડે સલ્ફાનું પેકેટ ફાડી નાખ્યું અને ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની ધમકી આપી. આ દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. હુમલાની વાત ખોટી છે. પોલીસ કથિત આરોપી હુમલાખોરની પૂછપરછ કરી રહી છે.HS