Western Times News

Gujarati News

પ્રભાસની હિરોઈન બનેલી પૂજા હેંગડેએ ફીમાં કર્યો વધારો

એક સમયે સફળ ફિલ્મો માટે મહેનત કરનારી પૂજાને હવે સફળતા હાથ લાગી ગઈ છે. પૂજા હેંગડે હાલમાં ઈન્ડસ્ટ્રીની એ હિરોઈન થઈ ગઈ છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સૌથી હેન્ડસમ અને મની મેકિંગ હીરો સાથે કામ કરવા જઈ રહી છે. તે સાઉથ સુપર સ્ટાર પ્રભાસની સાથે રાધે શ્યામ ફિલ્મમાં લિડ રોલમાં નજર આવશે.

આ ઉપરાંત તે અખિલની ફિલ્મ ‘મોસ્ટ એલિજેબલ બેચલર’ માં પણ લિડ એક્ટ્રેસ તરીકે કામ કરી રહી છે. તેનાં કરિઅમાં નવી સફળતાઓ ઉમેરાતી જઈ રહી છે અને તેનાં પરિણામ સ્વરૂપ તેણે તેનાં મહેંતાણાની રકમમાં વધારો કર્યો છે.
પૂજા હેંગડેએ ઘણી એવી ફિલ્મો કરી જે ૧૦૦ કરોડનાં ક્લબમાં શામેલ થઈ. જેમ કે જૂનિયર એનટીઆર અને અરવિંદા સમથાની ફિલ્મથી તેણે તેલુગુ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી અને બાદમાં મહેશ બાબુની મહર્ષિમાં તેણે કામ કર્યું. તો બોલિવૂડમાં પણ તેણે ઘણી ફિલ્મો આપી. હવે તેને સફળતા હાથ લાગી ગઈ છે.

આ સાથે જ તેણે તેની ફીમાં ૫૦ લાખ રૂપિયાનો વધારો કર્યો છે. પૂજા અત્યાર સુધી તેની એક ફિલ્મ માટે દોઢ કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી જે વધારીને તેણે બે કરોડ રૂપિયા કરી લીધા છે.  પૂજા હેંગડે છેલ્લા કેટલાંક સમયથી સાઉથની વાટ પકડી લીધી છે તે બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મોમાં વધુ નજર આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.