પ્રભાસની ૨૫મી ફિલ્મ હિંદી સહિત ૮ ભાષામાં રિલીઝ થશે
મુંબઈ, બાહુબલી ફેમ પ્રભાસના ફેન્સ લાંબા સમયથી પ્રભાસના નવા પ્રોજેક્ટની રાહ જાેઈ રહ્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે તેલુગુ સ્ટાર પ્રભાસે પોતાની ૨૫ ફિલ્મની અધિકૃત રીતે જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ સ્પિરિટ છે અને તેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે.
સંદીપ રેડ્ડી વાંગા અગાઉ ફિલ્મ કબીર સિંહનું નિર્દેશન કરી ચૂક્યા છે. ટી-સીરિઝ અને ભદ્રકાળી પિક્ચર્સ આ ફિલ્મનું નિર્માણ કરશે. પ્રભાસે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે. ફિલ્મ ‘સ્પિરિટ’ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિંદીની સાથે સાથે જાપાની, ચીની અને કોરિયાઈ ભાષામાં પણ રિલીઝ થશે.
ટાઈટલ એનાઉસમેન્ટ પોસ્ટર પર આ તમામ ભાષાઓ વિશે જણાવવામાં આવ્યું છે. પ્રભાસે આ ફિલ્મ અંગે જણાવ્યું છે કે ‘આ મારી ૨૫મી ફિલ્મ છે અને તે સેલિબ્રેટ કરવાનો આનાથી સારો વિકલ્પ બીજાે કોઈ ન હોઈ શકે. આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને ફેન્સ માટે આ વિશેષ ફિલ્મ હશે.
ભૂષણ કુમારની સાથે કામ કરવાનો અનુભવ હંમેશા સારો રહ્યો છે. તે અમારા સૌથી સારા પ્રોડ્યુસર્સમાંથી એક છે, તેમની સાથે મારો તાલમેલ હંમેશા સારો રહ્યો છે. તમામ લોકો માટે સંદીપ એક ડ્રીમ ડાયરેક્ટર છે. હું આ ફિલ્મનું શુટીંગ કરવાની ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું.
મારા ફેન્સ ઘણા સમયથી મને આ અવતારમાં જાેવા માટે ઉત્સુક છે. પ્રોડ્યૂસર ભૂષણ કુમારે જણાવ્યું કે ‘પ્રભાસ સાથે કામ કરવું તે ખૂબ જ ખુશીની વાત છે. સંદીપ સાથે આ અમારો ત્રીજાે પ્રોજેક્ટ હશે, તેઓ હાલ ફિલ્મ ‘એનિમલ’ પર કામ કરી રહ્યા છે. સ્પિરિટ સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંથી એક ખાસ ફિલ્મ હશે, કારણ કે આ ફિલ્મ પ્રભાસની સિલ્વર જ્યુબિલી ફિલ્મ છે.
પ્રભાસની ટી-સીરિઝ સાથે આ ચોથી ફિલ્મ છે. પ્રભાસે ટી-સીરિઝના બેનર સાથે સાહો, રાધેશ્યામ અને આદિપુરુષ ફિલ્મ સાઈન કરી છે. ફિલ્મ રાધે શ્યામ અને આદિપુરુષ નિર્માણાધીન છે. ટી-સીરિઝે પણ આ ફિલ્મનું પોસ્ટર ટિ્વટર પર શેર કર્યું છે. તેમણે ટિ્વટર પર સ્પિરિટ #Prabhas૨૫ લખ્યું છે અને ડાયરેક્ટર તથા પ્રોડ્યુસરની જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે, કે સંદીપે પ્રભાસ માટે ખૂબ જ રસપ્રદ વાર્તા લખી છે.SSS