પ્રભાસે રાધે શ્યામના યુનિટ મેમ્બર્સને ઘડિયાળ ગિફ્ટ કરી
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસે મકરસંક્રાંતિનો તહેવાર ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. રાધે શ્યામ ફિલ્મનું શૂટિંગ કરી રહેલા પ્રભાસે ઉત્તરાયણના તહેવારે તેની ટીમને ખાસ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું. પ્રભાસે ‘રાધે શ્યામ ફિલ્મના યુનિટ મેમ્બર્સને કાંડ ઘડિયાળ ગિફ્ટ કરી છે.
પ્રભાસનો આ પ્રેમ જાેઈને તેના ટીમ મેમ્બર્સ ખુશ ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાધે શ્યામમાં પ્રભાસ અને પૂજા હેગડે પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનો મોટો હિસ્સો ઈટાલી અને યુરોપના અન્ય સુંદર લોકેશન પર શૂટ થયા છે.
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આ ફિલ્મ ફ્લોર પર ગઈ હતી અને માર્ચમાં વિદેશમાં શૂટિંગ પૂરું કરીને ટીમ પરત આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયા અને હૈદરાબાદમાં પણ થયું છે. અગાઉ ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતાં પૂજા હેગડેએ જણાવ્યું હતું, મારો રોલ પૌરાણિક કથાના રાધા પર આધારિત નથી. અમે ખાલી રાધા-કૃષ્ણાના પ્રેમથી પ્રેરાઈને નામ લીધું છે. રાધે શ્યામ ફિલ્મ રાધા કૃષ્ણ કુમારે ડાયરેક્ટ રરી છે.
૧૯૮૦ના પેરિસની લવ સ્ટોરી તેઓ ફિલ્મમાં દર્શાવાના છે. બહુવિધ ભાષામાં બનનારી આ ફિલ્મ વામસી, પ્રમોદ અને પ્રસીધાએ પ્રોડ્યુસ કરી છે. રાધે શ્યામ ફિલ્મમાં ભાગ્યશ્રી, પ્રિયદર્શી, સચિન ખેડેકર, મુરલી શર્મા, સાશા છેતરી, કુણાલ રોય કપૂર અને સત્યા મહત્વના રોલમાં છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રભાસ પાસે ડાયરેક્ટર નાગ અશ્વિનની સાયન્સ-ફિક્શન ફિલ્મ છે. આ પ્રોજેક્ટમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ પણ જાેવા મળશે. દીપિકા આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. આ સિવાય પ્રભાસ ફિલ્મ આદિપુરુષમાં જાેવા મળશે. ઓમ રાઉતના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં જાેવા મળશે.