Western Times News

Gujarati News

પ્રભાસ અને અનુષ્કા પ્રેમમાં ગળા ડુબ હોવાના અહેવાલો

નવી દિલ્હી, બાહુબલીના નામથી ઘેર ઘેર લોકપ્રિય થયેલા સ્ટાર પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. જો કે બંને એકબીજા સાથે પ્રેમમાં હોવાના હેવાલને રદિયો આપી રહ્યા છે. જો કે બંનેને સારી રીતે ઓળખનાર લોકોનુ કહેવુ છે કે બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં છે. પ્રભાસ અને અનુષ્કા બંને બાહુબલી ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. પ્રભાસની હવે સાહો ફિલ્મ રજૂ થવા જઇ રહી છે ત્યારે આ સંબંધમાં પ્રભાસે કેટલીક ઉપયોગી વાત કરી છે. પ્રભાસે પોતાની સહ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના સંબંધમાં કેટલીક વાત કરી હતી.

જો કે અનુષ્કા સાથે રિલેશનશીપને લઇને કોઇ વાત કરી ન હતી. સાથે સાથે કોઇ ખુલાસો પણ કર્યો ન હતો. અનુષ્કા અને પ્રભાસ એકબીજાના પ્રેમમાં છે. કેટલાક બિનસત્તાવાર અહેવાલમાં તો એવો દાવો પણ કરવામાં આવી ચુક્યો છે કે બંને લગ્ન પણ કરી ચુક્યા છે. જા કે આ અહેવાલોને સમર્થન મળી રહ્યુ નથી. એક તેલુગુ ચેનલ સાથેની વાતચીતમાં પ્રભાસે અનુષ્કાના સંબંધમાં કેટલીક વાત કરી હતી. ચેનલ સાથેની વાતચીત વેળા પ્રભાસે કહ્યુ હતુ કે અનુષ્કાને લઇને કેટલીક ફરિયાદ તેને રહેલી છે.

પ્રભાસે અનુષ્કાની ખુબસુરતીની ભરપુર પ્રશંસા કરી હતી. જા કે પ્રભાસે કહ્યુ હતુ કે જ્યારે પણ ફોન કરવામાં આવે છે ત્યારે તે કોઇ પણ સમય ફોન રિસિવ કરતી નથી. પ્રભાસ અને અનુષ્કા બાહુબલી સહિત અનેક મોટી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. અનુષ્કા ઉપરાંત પ્રભાસે અભિનેત્રી કાજલ અગ્રવાલની પણ પ્રશંસા કરી હતી. તેના ડ્રેસિંગ સેન્સની પ્રશંસા કરી હતી. પ્રભાસ દેશમાં જ નહીં બલ્કે સમગ્ર દુનિયામાં જારદાર રીતે હાલમાં છવાયેલો છે. તેની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ રહી છે. પ્રભાસ બાહુબલી સિરિઝની ફિલ્મોના કારણે સમગ્ર દુનિયામાં સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તે હવે મોટા બજેટની ફિલ્મો ઓછી કરવાની ઇચ્છા ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.