પ્રભાસ અને મોહનલાલની ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારની એન્ટ્રી
ખિલાડી કુમાર લગભગ ૧૦ ફિલ્મોમાં જોવા મળશે
અક્ષય કુમાર આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો છે, આ પહેલા તેણે વર્ષ ૧૯૯૩માં રીલિઝ થયેલી દ્વિભાષી ફિલ્મ ‘અશાંત’માં કામ કર્યું હતું
મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘બડે મિયાં ઔર છોટે મિયાં’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે…અને તે છે અક્ષયની તેલુગુ ડેબ્યૂના જી હા અને તે પણ પ્રભાસ અને મોહનલાલ જેવા દક્ષિણના દિગ્ગજ નેતાઓ સાથે…. ફિલ્મનું નામ છે ‘કનપ્પા’ છે.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ અક્ષય કુમારની તેલુગુ ફિલ્મોમાં એન્ટ્રી વિશે ટિ્વટ કર્યું છે. તેણે પર લખ્યું કે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અખિલ ભારતીય બિગ બજેટ મૂવીના કલાકારોમાં જોડાશે. તે પ્રભાસ અને મોહનલાલ સાથે કામ કરશે. તેનું નામ ‘કનપ્પા’ છે. અક્ષય કુમાર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે અક્ષય કુમાર આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો છે.
આ પહેલા તેણે વર્ષ ૧૯૯૩માં રીલિઝ થયેલી દ્વિભાષી ફિલ્મ ‘અશાંત’માં કામ કર્યું હતું. આ જ ફિલ્મ કન્નડ ભાષામાં પણ ‘વિષ્ણુ વિજયા’ નામથી રિલીઝ થઈ હતી. તેણે તમિલ સિનેમામાં પણ કામ કર્યું છે. તેણે ૨૦૧૮માં રિલીઝ થયેલી શંકરની ફિલ્મ ‘૨.૦’માં કામ કર્યું હતું. આગામી ફિલ્મ ‘કનપ્પા’ તેની ત્રીજી સાઉથ ફિલ્મ હશે.
અક્ષય કુમાર પાસે આ વર્ષે ઘણા પ્રોજેક્ટ છે. તે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘બડે મિયાં ઔર છોટે મિયાં’માં જોવા મળશે. તેની પાસે ‘સરફિરા’, ‘સિંઘમ અગેઇન’, ‘સ્કાય ફોર્સ’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’, ‘શંકરા’, ‘ખેલ ખેલ મેં’ અને ‘હેરા ફેરી ૩’ છે. જો આપણે ‘કનપ્પા’ની ગણતરી કરીએ તો તેની પાસે કુલ ૧૦ ફિલ્મો છે, જે આગામી સમયમાં રિલીઝ થશે.ss1