પ્રભાસ-શ્રુતિ સ્ટારર એક્શન-થ્રીલર ફિલ્મનું ટીઝર આ મહિનામાં થશે રીલીઝ
મુંબઇ, પ્રભાસના ફેન્સ બાહુબલી અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સલારની રાહ આતુરતાથી જાેઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મને લગતી નાની નાની વિગતો પણ જાણવા આતુર છે જેમાં શ્રુતિ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે.
ગુરુવારે, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના ટીઝરની રિલીઝની તારીખની જાહેરાત કરીને સિને પ્રેમીઓની ઉત્સુકતા વધારી દીધી છે. હોમ્બલે ફિલ્મ્સે ગુરુવારે જાહેરાત કરી હતી કે સલારનું ટીઝર મેના છેલ્લા અઠવાડિયામાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ ક્રિટીક અને મૂવી ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટિ્વટર પર આ સમાચારની પુષ્ટિ કરી છે.
તેણે લખ્યું, “’“’SALAAR’ TEASER NEXT MONTH… #HombaleFilms – #KGF અને #KGF2ના નિર્માતા તેમની આગામી PAN-#India ફિલ્મ #Salaar – ના ટીઝરને રીલીઝ કરશે. ઈંપ્રભાસ સ્ટારર – મેના છેલ્લા અઠવાડિયામાં આવશે.
સલારનું નિર્દેશન હિટ મશીન ઈંપ્રશાંતનીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને પહેલેથી જ ઘણી ચર્ચા ચાલી રહી છે. સલાર તેના અભૂતપૂર્વ એક્શન સીન્સને કારણે પહેલેથી જ ચર્ચામાં છે. પ્રશાંત નીલ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ વિશેના તાજેતરના બઝમાં દરિયામાં ફાઇટ સીન પણ શામેલ હોવાનું જાણવા મળ્યું છે.
અફવાઓ અનુસાર ફિલ્મની પ્રોડક્શન ટીમે આ સિંગલ એક્શન સીન પર લગભગ ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ફિલ્મની સિક્વલ વિશે પણ અફવાઓ છે અને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન અને નેટફ્લિક્સ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ હસ્તગત લેવાનું વિચારી રહ્યા છે.
અફવાઓની માનીએ તો પ્લેટફોર્મ સલારની પ્રોડક્શન ટીમને ઓટીટી રાઇટ્સ માટે ૨૦૦ કરોડ રૂપિયાની રકમ ઓફર કરી રહ્યા છે. સલારની સત્તાવાર જાહેરાત ૨૦૨૦માં કરવામાં આવી હતી અને તે પ્રભાસ અને કેજીએફ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ વચ્ચેનો પહેલો પ્રોજેક્ટ છે.
આ ફિલ્મથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રભાસ કરિયરની શરૂઆત કરશે. ફિલ્મનું સંગીત રવિ બસરુરે આપ્યું છે, જ્યારે ભુવન ગૌડાને તેની સિનેમેટોગ્રાફીનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રભાસને સલાર માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફી મળી રહી હોવાના અહેવાલ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અભિનેતાને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનનો ૧૦ ટકા હિસ્સો મળશે.SSS