પ્રમાણપત્ર કાઢી આપવા બાબતે નવી જાેગવાઈઓનો અમલ કરાતા આદિવાસી પ્રજા હેરાન પરેશાન

(પ્રતિનિધિ)ભરૂચ, અનુસુચિત આદિજાતિના પ્રમાણ પત્ર કાઢી આપવા બાબતે નેત્રંગ મામલતદાર કચેરી દ્રારા સરકારની નવી ગાઈડલાઈન મુજબ અમલ વારી કરવામા આવતા પ્રજા અને અધિકારીઓ વચ્ચે તુ તુ મેં મેં ના બનાવો રોજે રોજ બનતા અધિકારીઓ તેમજ પ્રજા હેરાન પરેશાન થઈ રહ્યા છે.
તો બીજી તરફ સરકારના પચાર પસાર માધ્યમ દ્રારા તેમજ પદાધિકારીઓ થકી નવી જાેગવાઈ ની સમજ અભણ અબુધ ભોળી આદિવાસી પ્રજા ને આપવા મા આવે તે ખાસ જરૂરી છે.તેમજ દાખલા મેળવા બાબતે જાેગવાઈ મા મહંદ અશે છુટછાટ આપવા બાબતે સરકાર મા રજુઆત થાય તે પણ એટલી જ જરૂરી છે.
અનુસુચિત આદિજાતિ મા વર્ષો પહેલા જેતે વખતની સરકાર મા અન્ય જાતિઓનો સમાવેશ કરવામા આવેલ જેને લઈને અનુસુચિત આદિજાતિ મા ખરેખર જે જ્ઞાતિઓ આવતી ન હતી.તેવી જ્ઞાતિઓના લોકોએ અનુસુચિત આદિજાતિમા પોતાની જ્ઞાતિનો સમાવેશ થતા અનુસુચિત આદિજાતિ ને સરકાર તરફ થી આપવામા આવતા
અનેક યોજનાઓ ના ભરપુર લાભો થી લઈને સરકારી નોકરી મેળવીલ જ્ઞાતિઓનુ કૌભાંડ બહાર આવતા.સરકાર દ્રારા અનુસુચિત આદિજાતિના પ્રમાણ પત્ર કાઢી આપવા બાબતે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ ના તા.૧૯.૦૯.૨૦૨૦ ના જાહેરનામા થી નવી જાેગવાઈ કરેલ છે.જેનો અમલ નેત્રંગ મામલતદાર દ્રારા કરવામા આવેલ છે.
જે જાેગવાઈ મુજબ અનુસુચિત આદિજાતિ નુ પ્રમાણ પત્ર મેળવા અરજદારે નમુના કમા અરજી કરવાની રહેશે.અરજી સાથે નીચે મજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.(૧) અરજદારે તેના પિતા અથવા પિતુપક્ષ માંથી વડીલ સગાના સબંધમા જન્મ રજીસ્ટ્રરનો ઉતારો, પ્રાથમિક શાળા પ્રવેશનો ઉતારો (૨) અરજદાર અને તેના પિતા અથવા દાદા અથવા પરદાદાનુ શાળા છોડયા પ્રમાણપત્ર
(૩) તલાટી દ્રારા પ્રમાણિત વશંવુક્ષ (પેઢીનામું) (પરદાદા થી શરૂઆત કરીને) (૪) અરજદાર મુળ જયાં રહેતા હોય ત્યા ના રહેઠાણનો પુરાવો (૫) પિતુ પક્ષના વડીલનુ જાતિ પ્રમાણપત્ર હોય તો (૬) મહેસુલ રેકર્ડ અથવા ગ્રામપંચાયત નું રેકર્ડ (૭) નિયત નમુના ક-૧ નું સોગંદનામુ જેવા ઉપરોક્ત જણાવેલ કોઈ એક તેમજ જરૂરી અન્ય પુરાવાઓ નવા જાહેરનામા મુજબ જવાબદાર અધિકારીઓ માગતા હોવાથી ગરીબ અભણ ભોળી આદિવાસી પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે.
નેત્રંગ મામલતદાર એલ.આર,ચૌધરી ના જણાવ્યા મુજબ તા ૧૯.૦૯.૨૦૨૦ ના જાહેરનામા પહેલા આદિજાતિ ના લોકો ને શરળતા થી દાખલા મળી જતા હતા પરંતુ નવા જાહેરનામા નો કડક પ્રણે અમલ કરવાનો હોય જેને લઈને પ્રજા તેમજ પદાધિકારીઓ જાેડે ઘર્ષણ પેદા થાય છે.