Western Times News

Gujarati News

પ્રયાગરાજના બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરિને ભૂ-સમાધિ અપાઈ

પ્રયાગરાજ, મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવ્યો અને પ્રયાગરાજના બાઘંબરી મઠમાં આજે પૂરેપૂરા વિધિ વિધાનથી ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં અલગ અલગ મઠના લોકો, અખાડાના સંત હાજર રહ્યા.

અત્રે જણાવવાનું કે ૮ વાગે જ મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જઈને પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવાયું હતું. લગભગ દોઢ કલાકની અંદર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનું હતું પરંતુ તેમાં થોડો વિલંબ થયો.

પ્રયાગરાજના સંગમ તટ પર સ્વામી નરેન્દ્ર ગિરિને અંતિમ સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ત્યારબાદ બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરિને ભૂ-સમાધિ અપાઈ. મહંત નરેન્દ્ર ગિરિની અંતિમ યાત્રા દરમિયાન સંતો અને ભક્તોનો સૈલાબ ઉમટી પડ્યો. લોકોએ ઠેર ઠેર ફૂલમાળા ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

મહંત નરેન્દ્ર ગિરિના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી ગણાવવામાં આવ્યું છે.આ બાજુ નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને પણ શંકા છે કે મહંત નરેન્દ્ર ગિરિ આત્મહત્યા કરી શકે નહીં. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. મને યુપી સરકાર અને પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે.

મહંત નરેન્દ્ર ગિરિ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે ત્રીજા આરોપી આદ્યા તિવારીના પુત્ર સંદીપ તિવારીની ધરપકડ કરી છે. આ અગાઉ આનંદ ગિરિ અને આદ્યા તિવારીની ધરપકડ થઈ હતી.આ કેસમાં તેમના ચારેય સુરક્ષાકર્મીઓની પણ એસઆઇટીએ પૂછપરછ કરી છે. મળતી માહિતી મુજબ આ તમામ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

મઠ પરિસરમાં મહંત નરેન્દ્ર ગિરિના અનુયાયીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને તમામ અખાડાના પ્રતિનિધિઓ પણ શ્રદ્ધાંજલિ આપી હતી લગભગ ૩ વાગે પાર્થિક દેહ ભૂ સમાધિ માટે મઠ પરિસરના પાછળના ભાગમાં લઈ જવાયો હતો મઠ પરિસરમાં મહંત નરેન્દ્ર ગિરિના ગુરુની બાજુમાં તેમને સમાધિ અપાઇ હતી અખાડાના પંચ પરમેશ્વર ભૂ સમાધિની પ્રક્રિયામાં હાજર રહ્યાં હતાં આ ઉપરાંત ભૂ સમાધિના સમયે નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિ મહારાજ હાજર રહ્યાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.