પ્રયાગરાજમાં ઈફ્કો પ્લાન્ટમાં ગેસ લિકેજથી બેનાં મોત, ૧૮ ગંભીર
પ્રયાગરાજ: પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો આઈએપએપસીઓ પ્લાન્ટમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી સિંહ અને અભયનંદનનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો. ગેસ લીકેજના કારણે ઈફ્કોમાં તૈનાત ૧૮ કર્મચારીઓની તબિયત બગડી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
યુરિયા ઉત્પાદન કરતી આ કંપનીના પ્લાન્ટમાં પમ્પ લીકેજના કારણે ગેસ લીક થયો હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લગભગ ૧૧ વાગે ફુલપુર ઈફ્કોના પી-૧ યુનિટમાં અમોનિયા ગેસ લીકેજ શરૂ થયો.
ત્યાં હાજર અધિકારી વી પી સિંહ લીકેજ અટાકવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા. પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ત્યારબાદ તેમને બચાવવા માટે અધિકારી અભયનંદન પહોંચ્યા. તેઓ પણ ઝપેટમાં આવી ગયા. આ બંને ઓફિસરોને ત્યાં હાજર અધિકારીઓએ બહાર કાઢ્યા. જાે કે આ દરમિયાન અમોનિયા ગેસ લીકેજ સમગ્ર યુનિટમાં ફેલાઈ ચૂક્યો હતો અને ત્યાં હાજર ૧૮ કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ચૂક્યા હતા. જે ગેસના કારણે બેહોશ થઈ ગયા. ઘટનાસ્થળે પહોંચેલા એક્સપર્ટે સ્થિતિને કંટ્રોલમાં લીધી.
પ્રયાગરાજના ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ઈફ્કોમાં ગેસ લીકેજના કારણે બે અધિકારીઓના મોત થયા છે. પ્લાન્ટને હાલ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ગેસ લીકેજ અત્યારે બંધ થઈ ગયું છે. સંગમનગરી પ્રયાગરાજના ફૂલપુર સ્થિત ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડમાં મંગળવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના બની.
કંપનીના યૂરિયા ઉત્પાદન યૂનિટમાં અમોનિયા ગેસ લિકેજથી ઝપટમાં આવવાના કારણે બે અધિકારીઓના મોત થયા છે જ્યારે ૧૮થી વધુ કર્મચારીઓની તબિયત બગડી ગઈ છે. તેમને અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બીમાર કર્મચારીઓની સંખ્યા વધી શકે છે. આ દુર્ઘટનામાં આસિસ્ટન્ટ મેનેજર વીપી સિંહ તથા ડેપ્યૂટી મેનેજર અભયનંદનનું મોત થયું છે.
મંગળવાર મોડી રાત્રે ફૂલપુર સ્થિત ઈફકોમાં અમોનિયા અને યૂરિયા નિર્માણના બે-બે યૂનિટમાં રોજની જેમ કામ ચાલી રહ્યું હતું. રાત્રે ૧૦ વાગ્યાથી નાઇટ શિફ્ટમાં તૈનાત કર્મચારી પોતપોતાના કામમાં લાગેલા હતા. લગભગ ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ યૂરિયા ઉત્પાદન યૂનિટમાં અચાનક અમોનિયા ગેસ લિકેશ થવા લાગ્યો. અફરાતરફી મચી ગઈ. ત્યાં કામ કરી રહેલા કર્મચારી બહારની તરફ ભાગવા લાગ્યા, પરંતુ ૧૫ લોકો ફસાઇ ગયા અને બેભાન થઈને પડી ગયા.