પ્રયાગરાજમાં ઝેરીલી શરાબ પીવાથી છ લોકોના મોત
પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશમાં ઝેરીલી શષરાબ પીવાથી થઇ રહેલ મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી.પહેલા લખનૌ,મથુરા અને ફિરોજાબાદમાં ઝેરીલી શરાબ પીવાથી અનેક લોકોના મોત નિપજયા છે ત્યારે પ્રયાગરાજ જીલ્લાના ફુલપુરના અમિલિયા હામમાં ઝેરી શરાબ પીવાથી છ લોકોના મોત થયા છે. પહેલું મોત એક પાન વિક્રેતાનું થયું હતું ત્યારબાદ અન્ય પાંચ વ્યક્તિઓએ અંતિમ શ્વાસ લીધા હતાં જયારે પાંચ અન્યની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
કહેવાય છે કે આ લોકોએ દેશી શરાબની સરકારી ઠેકાથી શરાબ ખરીદી હતી ત્યારબાદ આક્રોશિત ગ્રામીણોએ શરાબના ઠેકાની બહાર જામ કરી હંગામો કર્યો હતો ઘટનાની જાણકારી મળતા જ કમિશ્નર,એડીજી આઇજી ડીએમ ડીઆઇજી જિલ્લા આબકારી અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અધિકારીઓએ ગામમાં જાહેર કરી હતી કે જાે કોઇ બીમાર છે તો તેને તાકિદે હોસ્પિટલ પહોંચાડવામાં આવે.આરોપી શરાબ ઠેકેદારની શોધમાં પોલીસે દરોડા પાડી એક સેલ્સમેનને પકડી લીધો છે.
મળતી માહિતી અનુસાર ફુલપુુર ક્ષેત્રના અમિલિયામાં સંગીતા દેવીના નામથી દેશી શરાબનો ઠેકો છે ગ્રામીણોએ બતાવ્યું કે અરવાસી ગામના પાન વિક્રેતા રામજી મૌર્ય અને વસંત લાલે ઠેકાથી શરાબ લીધી અને પીધી હતી ત્યારબાદ તેમની હાલત બગડી હતી અને હોસ્ટિલ ખસેડવામાં આવે તે પહેલા રામજી મૌર્યનું મોત નિપજયુ હતું જયારે સવારે વસંતલાલે પણ દમ તોડી દીધો હતો.આ ઘટનામાં રાજબાદુરના પુત્ર રામ લખન ઉવ ૪૨,શંભુનાથના પુત્ર જવાહરલાલ ઉવ ૫૩,પ્યારેલાલના પુત્ર રામ અધાર ઉવ ૫૨,વસંત લાલ ઉવ ૫૬,રામજી મૌર્ય પુત્ર રામદુલાર ઉવ ૫૦ અને રાજેશ ગૌડ ઉવ ૪૦ પુત્ર સંગમ લાલના મોત નિપજયા છે.પ્રયાગરાજ જીલ્લાધિકારી ભાનુચંદ્ર ગોસ્વામીએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ કરાવવામાં આવી રહી છે સંબંધિત દુકાનની શરાબને લેબમાં તપાસ માટે મોકલવામાં આવી છે તપાસ બાદ ખબર પડશે કે શરાબ ઝેરીલી હતી કે નકલી ક્ષેત્રની આસપાસના લગભગ ૧૦ ગામોમાં મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે.HS