પ્રવર્તમાન બર્ડ ફ્લુ (એવિયન ઈન્ફ્લુએન્ઝા)ના રોગચાળાથી હેસ્ટરની આવક પર કોઈ અસર નહીં
અમદાવાદ, સમગ્ર દેશમાં હાલ બર્ડ ફ્લુનો રોગચાળો ફાટી નીકળ્યો છે. બર્ડ ફ્લુ ફેલાવવાનું એક મુખ્ય કારણ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં સ્થળાંતર કરતાં માઈગ્રેટરી જંગલી પક્ષીઓ છે. શિયાળાના સમયગાળા દરમિયાન જંગલી પક્ષીઓ ભારત જેવા ઉષ્ણકટિબંધિય દેશોમાં આવે છે.
આ પક્ષીઓ બર્ડ ફ્લૂના ચેપથી સંક્રમિત થયા હોય તે શક્ય છે, અને તેઓ જ્યાં જાય ત્યાં આ રોગને પોતાની સાથે લઈ જાય છે અને મુસાફરી દરમિયાન અન્ય પક્ષીઓને ચેપ લગાડે છે. આ પ્રવાસી જંગલી પક્ષીઓના આવાગમન પર અથવા તેમને બર્ડ ફ્લુ કે અન્ય કોઈ રોગ ફેલાવતા અટકાવવા માટે કોઈ દેશ પાસે કાર્યક્ષમ નિયંત્રણ પદ્ધતિ નથી.
આ સ્થળાંતરીત જંગલી પક્ષીઓ સૌ પ્રથમ જે-તે પ્રદેશમાં અન્ય જંગલી પક્ષીઓને ચેપ લગાડે છે, જેને પગલે સ્થાનિક સ્તરે આ રોગ ફેલાય છે. જેને પગલે મરઘાફાર્મ તેમજ બેકયાર્ડમાં રહેલાં મરઘામાં બર્ડ ફ્લૂ ફેલાઈ શકે છે. મરઘામાં બર્ડ ફ્લૂને નિયંત્રિત કરવા માટેની ભારત સરકારની નીતિ મુજબ ચેપગ્રસ્ત મરઘાની વસ્તીનો નિકાલ કરવામાં આવે છે.
ભારતમાં પણ ઓર્ગેનાઈઝ્ડ પોલ્ટ્રીઝમાં બર્ડ ફ્લુ ફેલાયો હોવાથી મરઘાની જૈવસુરક્ષા અને તેમના એકંદર આરોગ્યની સ્થિતિમાં સુધારો કરી આ રોગના નિવારણ માટે હેસ્ટર બાયોસાયન્સિસની ટેકનિકલ ટીમ પોલ્ટ્રી ઉદ્યોગની મદદ કરી રહી છે. ભારતમાં પ્રવર્તમાન બર્ડ ફ્લૂની સ્થિતિમાં હેસ્ટરની આવક પર કોઈ અસર થઈ નથી. અમે રજૂ કરેલા વૃદ્ધિના અંદાજો મુજબ જ કંપની સતત વૃદ્ધિના માર્ગ પર આગળ વધી રહી છે.