પ્રવાસીઓને કાશ્મીર ફરવા જવાની ૧૦ ઓક્ટોબરથી છૂટ મળશે
શ્રીનગર,જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીર ઘાટીમાં પ્રવાસીઓ માટે ગૃહ વિભાગના નિર્દેશ પર જારી કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરી તાત્કાલિક પ્રભાવથી હટાવી દીધી છે. તેમણે આ નિર્ણય સોમવારે બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં લીધો. રાજ્યપાલે નિર્દેશ આપ્યા કે પર્યટકોને ઘાટી છોડવાની ગૃહ વિભાગની એડવાઈઝરીને રદ કરી દેવામાં આવી રહી છે. આ આદેશ ૧૦ ઓક્ટોબરથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવતા પહેલા આ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
રાજ્યપાલ સત્યપાલ મલિકે સલાહકારો અને મુખ્ય સચિવ સાથે સોમવારે સુરક્ષા સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી. બેઠકમાં યોજના અને આવાસ તેમજ શહેરી વિકાસ વિભાગા મુખ્ય સચિવોએ પણ ભાગ લીધો. રાજ્યપાલને ખંડ વિકાસ પરિષદો (મ્ડ્ઢઝ્ર) ચૂંટણી વિશે માહિતી આપવામાં આવી. તેમને સૂચિત કરવામાં આવ્યા કે બીડીસી ચૂંટણીમાં લોકોની સક્રિય રુચિ છે. ચૂંટણીથી બીડીસી અધ્યક્ષોની મોટાભાગની સીટો ભરાઈ જશે. રાજ્યપાલને સફરજનની ખરીદીમાં પ્રગતિ વિશએ પણ જણાવવામાં આવ્યુ જે ૮૫૦ ટન અને ૩.૨૫ કરોડ રૂપિયાથી વધુ છે. સફરજનના દરોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેની ઘોષણા જલ્દી કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે કાશ્મીરમાં મુખ્ય બજાર અને અન્ય વેપારી સંસ્થાઓ સતત બંધ છે. પ્રશાસનિક અધિકારીઓએ જણાવ્યુ કે ખાનગી ક્ષેત્રની ગાડીઓ કોઈ અડચણ વિના શ્રીનગર અને અન્ય જિલ્લાઓ સહિત આખી ઘાટીના રસ્તાઓ પર ચાલી રહી છે. કાશ્મીરમાં સોમવારે ૬૪માં દિવસે મુખ્ય બજાર બધ રહેશે.
અધિકારીઓએ જણાવ્યુ કે આખી ઘાટીમાં લેંડલાઈન ટેલિફોન સેવા ચાલુ કરી દેવામાં આવી છે. હંદવાડા અને કુપવાડાને છોડજીને બાકીના કાશ્મીરમાં મોબાઈલ સેવા ચાર ઓગસ્ટથી બંધ છે. સાર્વજનિક પરિવહનની ગાડીઓ બંધ રહેવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યુ.