Western Times News

Gujarati News

પ્રવાસીઓને ડ્રોપ કરવા આવતી કારને ચાર્જ નહીં

અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરને મુકવા આવતી કાર પાસેથી હવે રૂ.૯૦નો ચાર્જ લેવામાં આવશે નહીં. ચાર્જમાંથી મુક્તિનો ર્નિણય ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરને મુકવા આવતી કારને લાગુ પડે છે. અત્યાર સુધી આ કારના ૧૦થી ૩૦ મિનિટ સુધીના રોકાણ માટે રૂ.૯૦નો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.

હવે ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરને મુકવા આવતી કાર પેસેન્જરને ઉતાર્યા પછી તરત નીકળી જાય તો ચાર્જ લાગશે નહીં. પેસેન્જરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. જે મુજબ કાર પાસેથી કોઈપણ વેટિંગ ચાર્જ લીધા વગર પેસેન્જરને કર્બ સાઇડ પર ઉતારી શકાશે.

આ ઉપરાંત સમયમાં બચત થાય તે માટે એન્ટ્રી ટિકિટ બુથ પણ હટાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર થોડો વધુ સમય પસાર કરવા ઈચ્છતા લોકોને સલામત પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરવા માટે જણાવાશે. પ્રવાસીઓના તમામ સંબંધી, મિત્રો કે પરિવારના લોકોને નિર્ધારિત પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવાનું કહેવાશે જેથી વિદાય લેતા પેસેન્જરોને કર્બ સાઈડમાં ભીડ નડે નહીં.

પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા વાહનો માટે સ્ટાન્ડર્ડ પાર્કિંગ ચાર્જ લાગુ પડશે. આમ છતાં કર્બસાઈડ ઉપર ભીડ થાય નહીં તે માટે ડોમેસ્ટિક એરાઈવલ એરિયામાં સમય મર્યાદા એક સરખી રહેશે..

એસવીપીઆઈ ઓથોરિટીએ કહ્યું કે પેસેન્જરોની સુગમતાને અગ્રતા આપીને પેસેન્જરોને એરપોર્ટથી જવાની પ્રક્રિયા સરળ બની રહે તેવા આશયથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોમર્શિયલ કે ખાનગી વાહનોને ટર્મિનલમાં પ્રવેશતી વખતે પાર્કિંગ ટિકિટ મળતી હતી.

જાે તેઓ ૧૦ મિનિટની અંદર બહાર નીકળી જાય, તો કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો. જાે કે, જાે વાહન વધુ સમય લે તો, તો ડ્રાઈવરને ૩૦ મિનિટ સુધીના રૂ. ૯૦ અને ૩૦ મિનિટથી ૨ કલાક માટે રૂ. ૧૫૦ ચૂકવવા પડતા હતા. ત્યારે હવે મુસાફરોને ઉતારવા આવતી કારનો સમય બચાવવા માટે એન્ટ્રી ટિકિટ બૂથ દૂર કરવામાં આવ્યા છે.

તેમજ પોતાના સંબંધી સાથે વધુ સમય વિતાવવા ઇચ્છતા સગા સંબંધીઓના વાહનોને નિશ્ચિત પાર્કિંગ વિસ્તારમાં નેવિગેટ કરવામાં આવશે. પ્રવાસીઓના સંબંધીઓ, મિત્રો અને પરિવારજનોને તેમના વાહનો નિર્ધારિત પાર્કિંગ એરિયામાં પાર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી કરીને મુસાફરોના ડ્રોપ-ઓફ માટે કર્બ એરિયા ફ્રી રહે. તેમ જીફઁૈં એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.