પ્રવાસી મજુરોને લઇ જઇ રહેલ બસ પલ્ટી જતાં ત્રણના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/english-1024x648.jpg)
ભોપાલ: મધ્યપ્રદેશના ટિકમગઢમાં આજે એક માર્ગ દુર્ધટના સર્જાઇ છે. દિલ્હીથી પ્રવાસી મજુરોને લઇ આવી રહેલ એક બસ ટિકમગઢ અને છતરપુર જઇ રહી હતી ત્યારે અચાનક પલ્ટી ગઇ હતી જેથી ત્રણ લોકોના મોત થયા હતાં. આ ઘટના ગ્વાલિયર જીલ્લાના જાેરસીમં બની હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર આ બસ પોતાની ક્ષમતાથી વધુ ભરેલી હતી અને સંતુલન ગુમાવી દેવાને કારણે પલ્ટી ગઇ હતી ઇજા પામેલાઓને તાકિદે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તપાસ શરૂ કરી હતી.
એ યાદ રહે કે કોરોનાના કેસો વધતા દિલ્હીમાં એક અઠવાડીયાનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારબાદથી દિલ્હીમાં પ્રવાસી મજુર પોતાના ધર જવા માટે આનદ વિહાર ટર્મિનલ પહોંચી રહ્યાં હતાં મોટી સંખ્યામાં લોકો પોતાના ધરે જતાં નજરે પડયા હતાં. લોકોની વચ્ચે એકવાર ફરીથી ભય છે કે કયાંક ગત વર્ષ લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે તે બીજા શહેરમાં ન સફાઇ જાય