પ્રવાસ કેન્દ્ર ખજુરાહોને ૩૦૦ કરોડ મળશે: ચમક વધુ વધશે

નવી દિલ્હી, મધ્યપ્રદેશના વિશ્વસ્તરના પ્રવાસ કેન્દ્ર ખજુરાહો માટે કેન્દ્ર સરકાર ૩૦૦ કરોડ રૂપિયાના ખાસ પેકેજ પર હાલમાં કામ કરી રહી છે. તે ખજુરાહો માટે માસ્ટર પ્લાન પણ તૈયાર કરી રહી છે. આ ઉપરાંત તે બુન્દેલખંડના અન્ય પ્રવાસી સ્થળોને પણ વધુ વ્યવસ્થિત કરવાની યોજના ધરાવે છે. બુન્દેલખંડને દુનિયાના નક્શામાં ઉભારી દેવા માટે કેન્દ્ર સરકાર ખાસ યોજના બનાવી રહી છે. ઐતિહાસિક સ્થળોને વિકસિત કરીને બુન્દેલખંડના પ્રવાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. સરકારના પ્રયાસો છે કે બુન્દેલખંડની આર્થિક સમૃદ્ધિ માટે પ્રવાસ ખુબ ઉપયોગી છે.
કેન્દ્ર સરકારે બુન્દેલખંડના સાંસદો પાસેથી આ સંબંધમાં પ્રસ્તાવની માંગ કરી છે. આ તમામ તૈયારી આ જ વિસ્તારમાં લોકસભા સીટ દમોહના સાંસદ અને કેન્દ્રિય પ્રવાસ પ્રધાન પ્રહલાદ પટેલની પહેલ પર કરવામાં આવી રહી છે. સ્વદેશ દર્સન અને અતુલ્ય ભારત યોજના હેઠળ પણ બુન્દેલખંડને ફંડ આપવામાં આવનાર છે. તમામ સાંસદો પોત પોતાના પ્રવાસ સ્થળોને વ્યવÂસ્થત કરવા માટે કામ કરવા કહી રહ્યા છે. તમામ સાંસદો પ્રસ્તાવ તૈયાર કરીને કેન્દ્ર સરકારને આપનાર છે.
કેન્દ્ર સરકાર ખાસ પેકેજ ઉપરાંત રાજ્ય સરકાર અને સ્થાનિક એકમોની સાથે મળીને ખજુરાહોના વિકાસની પ્રક્રિયાને હાથ ધરશે. માસ્ટર યોજના હેઠળ વધારે સારા માર્ગો, રેલવે અને વિમાની કનેકટિવિટી બનાવવામાં આવનાર છે. પ્રવાસીઓને વધારે સારી સુવિધા આપવામાં આવનાર છે. ખજુરાહોની મોટા પાયે બ્રાન્ડિંગ કરવામાં આવનાર છે. સરકારને લાગે છે કે પ્રવાસ મારફતે બુન્દેલખંડને વધારે વિકસિત કરી શકાય છે. રાજ્ય સરકાર પાસેથી પણ આ સંબંધમાં પ્રસ્તાવની માંગ કરવામાં આવી રહી છે.