Western Times News

Gujarati News

પ્રશાંત કિશોર અને કનૈયા કુમારને ફોર્બ્સમાં સ્થાન

પટના, ફોર્બ્સ મેગેઝિને JNU સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને 2020ના વિશ્વના ટોપ-20 પાવરફૂલ લોકોમાં સ્થાન આપ્યુ છે. ફોર્બ્સે કનૈયા કુમાર અને પ્રશાંત કુમારને આગામી દાયકાના નિર્ણાયક ચહેરા પણ ગણાવ્યા છે.

ફોર્બ્સના લિસ્ટમાં કનૈયા કુમારને 12મો અને પ્રશાંત કિશોરને 16મો ક્રમ મળ્યો છે. આ લિસ્ટમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાન, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ન, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ, ફિનલેંડની નવી પ્રધાનમંત્રી સના મારિન અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને પણ સ્થાન મળ્યું છે.

i-pacના મેંટર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવામાં મહત્વનું યોગાન આપ્યું હતું. 2019માં પ્રશાંતની કંપની i-pac એ જગમોહન રેડ્ડી માટે આંધ્રપ્રદેશ અને શિવસેના માટે મહારાષ્ટ્ર ચૂંટણીનું કેમ્પેનિંગ કર્યુ હતું. પ્રશાંત હવે 2020 વિધાનસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ માટે કેંપેન કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.