Western Times News

Gujarati News

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાઈ શકે છે, રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ પાસે સૂચનો માંગ્યા

File

નવીદિલ્હી: શું કોંગ્રેસ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના દળમાં સામેલ કરવા માંગે છે? કે પછી પ્રશાંત પોતે કોંગ્રેસમાં જાેડાવા માંગે છે? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે મુલાકાતો બાદ રાજકારણમાં અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મનાઈ રહ્યું છે કે રાહુલે એક બેઠક કરી પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જાેડાવાને લઈને પાર્ટી નેતાઓની સલાહ માંગી છે.

નામ જાહેર ન કરવાની શરતે ૩ લોકોએ જણાવ્યું કે આ મુદ્દા પર ૨૨ જુલાઈએ રાહુલની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોની સહિત પાર્ટીએ લગભગ અડધો ડર્ઝન પ્રમુખ નેતાઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર પણ એવું કહી ચૂક્યા છે કે કોંગ્રેસ વગર ત્રીજાે કે કોઈ ચોથો પક્ષ મોદીને હરાવી ન શકે.

ન્યૂઝ વેબસાઈટે જ્યારે ત્રીજા વ્યક્તિને કહ્યું કે બેઠકમાં હાજર લોકોને પૂછવામાં આવ્યું કે પ્રશાંતને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે કેવુ લાગે છે. મોટા ભાગના લોકોએ હા પાડી હતી અને કહ્યું કે વિચાર ખોટો નથી. જાે કે આ બેઠકને લઈને કોંગ્રેસની કોઈ ટિપ્પણી આવી નથી. ત્યારે વેણુગોપાલે કહ્યું કે એકઔપચારિક બેઠક હતી. જ્યાં ૨૦૨૨ માટે નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થઈ.

ત્યારે પ્રશાંતે કહ્યું કે તેમને કોંગ્રેસની બેઠક અંગે કોઈ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે ૧૫ જુલાઈએ એચટીએ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીની સાથે કિશોરની મુલાકાત અને રાષ્ટ્રીય પાર્ટીના આકાર આપવાની શક્ય ભૂમિકાની સૂચના આપી હતી. પ્રશાંત દ્વારા અપાયેલા સૂચનોમાં એક એ હતો કે રાહુલ ગાંધીએ નવા કોંગ્રેસ સંસદીય બોર્ડનું નેતૃત્વ કરવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે જી ૨૩ ગ્રુપે આ બોર્ડની માંગ કરી હતી. જે પ્રમુખ મુદ્દા પર પાર્ટીના વલણ પર વિચાર કરશે. મનાઈ રહ્યું છે કે પાર્ટીમાં ફેરફારની સાથે પ્રશાંતની યોજનામાં ભાજપની વિરુદ્ધ શક્ય સંયુક્ત મોર્ચો બનાવવાનું વિવરણ પણ સામેલ છે.જેમાં એનસીપી નેતા શરદ પવારનુ નામ પણ સામેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.