“પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે” વિષય પર રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ઓનલાઈન સેશન યોજાયું
કોરોના મહામારીને લઇ સૌકોઈ જ્યારે લોકડાઉનમાં છે ત્યારે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને રોટરી ક્લબ ઓફ વિસનગરના સંયુક્ત ઉપક્રમે સભ્યો અને પરિવારજનો માટે “પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે” વિષય પર ઓનલાઈન સેશન યોજાયું જેમાં ગાધીનગર શહેરના જાણીતા અને અનુભવી ડો.ગૌરાંગ થાનકી સાહેબે મહામારીના સમયમાં હકારાત્મક જીવન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડો. થાનકી સાહેબે જણાવ્યું હતું કે કોરોના ના લાઈવ સમાચાર/ અપડેટ જોવાથી દૂર રહેવું જોઈએ (Avoid Electronic Media for Corona News) પરંતુ તેની માહિતી માટે પેપર જરૂર વાંચવું જોઈએ. સતત લાઈવ સમાચાર જોવાથી એક ડર પેદા થાય છે જેનાથી હકારાત્મક શક્તિ ઓછી થાય છે. એટલે જો ઇમ્યુનીટી વધારવી હોય તો હકારાત્મકતા ખુબ જરૂરી છે. હકારાત્મકતા માટે સારો અને પૌષ્ટિક આહાર, માનસિક અને શારીરિક કસરત અને ગમતું કામ કરવા જેવું કે સંગીત, પેઇન્ટિંગ, લેખન, કાવ્યલેખન, નવી આવડત કેળવો, આમ શૌખ પુરા કરવા માટેનું સુચન કર્યું હતું.
સમયઅંતરે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી. આ સ્થિતિમાં પોતાની જાતને થોભી, જીવનના દરેક ક્ષણને માણો. લોકડાઉનના સમય પછી ગાંડી દૌડ બંધ થઇ જશે અને જીવને જોવાનો નજરીયો પણ બદલાઈ જશે તેવું તેમણે પોતાના શેશનનાં સેશન જણાવ્યું હતું અને અંતે વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ આપ્યા હતા.
સમગ્ર સેશનના આયોજનમાં બંને કલબના પ્રમુખશ્રી અલ્કેશભાઈ પટેલ, ડો. ધર્મેન્દ્ર પટેલ, , સેક્રેટરી ભારત જૈન, શૈલેશ પટેલ, રોટે. ઊર્મિલ વેદ, રોટે. કમલ જૈન, પી.ડી.જી. રોટે.જગદીશ પટેલ અને અન્ય રોટેરિયન ખુબ મોટી સંખ્યમાં જોડાઈ ઓનલાઈન સેશનનો લાભ લીધો હતો.