પ્રસાદિયા પેંડાનું સ્થાન હવે કાજુ, બદામ, દ્રાક્ષની સુગરલેસ અને પરંપરાગત મીઠાઈએ લીધુ

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, નવરાત્રીના પર્વમાં પ્રસાદનુૃ અનેરૂ મહત્વ છે. મા દુર્ગાના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. અને તેમના દરેક સ્વરૂપને નવ અલગ અલગ પ્રસાદ ધરાવાય છે. એ પ્રસાદના ભાવમાં પણ હવે વધારો થયો છે. જાે કે ભાવવધારા સાથે વેચાણમાં પણ ઘટાડો થયો છે.
પરંતુ આ વર્ષે પ્રસાદમાં પણ હવે એક નવો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. કોરોના કાળમાં લોકો બહારથી મીઠાઈ લાવવાને બદલેે હોમમેઈડ, પરંપરાગત મીઠાઈ ખાતા હતા. હવે એ જ ટ્રેન્ડ હાલમાં માની આરતી બાદ પ્રસાદમાં પણ જળવાઈ રહ્યો છે. કેટલીક સોસાયટીઓમાં ફરજીયાત ઘેર બનાવેલો પ્રસાદ જ માને ધરાવવાનો નિયમ બનાવાયો છે.
જેમાં શીરો, સુખડી, ખજુર રોલ, મખાણા, ડ્રાયફ્રુટ, લાડુ, મીઠો માવો, મોહનથાળ, મગસના લાડુ વગેરે પ્રસાદ તરીકે ધરાવાય છે.
બીજી તરફ વેપારીઓ ખુશ છે. કારણ કે એક તરફ પ્રસાદનુૃ વેચાણ ભલે ઘટ્યુ છે પરંતુ ફરસાણના વેચાણમાં જબ્બર ઉછાળો આવ્યો છે. સોસાયટી કે શેરીઓમાં યોજાતા ગરબાના અંતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છેે. જેના કારણે નાસ્તાના ઓર્ડરમાં બમ્પર ઉછાળો આવ્યો છે. હવે નવરાત્રીના માત્ર ત્રણ નોરતા જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ શેરી ગરબામાં ધુમ મચાવી રહ્યા છે. સાથે સાથેે અવનવી નાસ્તાની મઝા પણ માણી રહ્યા છે.
પાંઉભાજી, ઈડલી-સાંભાર, મેંદુવડા, સમોસા, દાળવડા, ગાંઠીયા, ખમણ, સેવ ખમણી ચોળાફળી, ફાફડા- જલેબી, કચોરી, દાબેલી વડાપાંઉ મીની પિત્ઝા વગેરે ફરસાણના ઓર્ડર અડવાન્સમાં બુક થઈ ગયા છે. ગરબાની મજા માણ્યા બાદ ખેલૈયાઓ સહિત સોસાયટીના સભ્યો નાસ્તાની જ્યાફત ઉડાવતા હોય છે.
નવરાત્રીમાં પ્રસીધ્ધ જાહેર સ્થળોએ માંડવીનું સ્થાપન પણ ન કરાતા ખેલૈયાઓ અને ભાવિકોમાં થોડી નિરાશા જરૂર છે. જેથી પહેલે નોરતેથી જ પ્રસાદના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
જેમાં ખાસ કરીને પ્રસાદીયા પેંડા, બરફી, કાજુ કતરી, સિંંગ સાકરીયા, કોપરાનું બુરૂ, ગોળી-ચોકલેટ, વગેરે મીઠાઈ-ફરસાણવાળા દુકાનદારો પેકીંગમાં આપતા હોવા છતાં વેચાણ ઘટ્યુ છે. સામાન્ય રીતેે વેપારીઓ નવરાત્રીમામાં રૂપિયા ૬૦ થી ૭૦ લાખનો પ્રસાદ વેચતા હોય છે.
પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થયો છે. જેના કારણમાં લોકો હવે હાઈ કલેરી ફૂડ અને બીજુ સુગરયુક્ત માવા-મીઠાઈ આરોગવાનુૃ ટાળે છે. જેના કારણે હવે માત્ર પ્રસાદ પુરતી જ ગણતરીની મીઠાઈ જ માને ધરાવવા પૂરતી લાવવામાં આવતી હોય છે.
હવે કોરોના બાદ લોકો હેલ્થ કોન્સિયસ થઈ ગયા હોવાથી મોટાભાગે માતાજીને પ્રસાદમાં ડ્રાયફ્રૂટ ધરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
આમ, પ્રસાદિયા પેડાનું સ્થાન હવે કાજુ, બદામ, દ્રાક્ષ, મખાણાએ લીધુ છે. માની આરતી સમયે ધરાવાતા ભોગમાં પણ હવે ડ્રાયફ્રૂટસની સુગરલેસ મીઠાઈ ધરાવવામાં આવી રહી છે.