પ્રસિધ્ધ ગાયક કલાકાર એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમનું નિધન
74 વર્ષીય એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમને 5 ઓગસ્ટના રોજ કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. તેમને ચેન્નઈની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તેમની તબિયત અંગે માહિતી આપી હતી. હોસ્પિટલનાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. અનુરાધાએ કહ્યું હતું કે એસપીને ECMO સહિત અન્ય લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવી હતી.
એસપીએ ઈન્સ્ટાગ્રામમાં એક વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમનામાં કોરોનાનાં હળવા લક્ષણો છે. પછી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનની સલાહ આપી હતી. જોકે પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા છે. એ સમયે એસપીએ કહ્યું હતું કે તેઓ બે દિવસ બાદ ઘરે પરત ફરશે.