Western Times News

Gujarati News

પ્રહલાદનગરમાં આવેલી ઓનેસ્ટ હોટલના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

અમદાવાદ, એસજી હાઈવે પાસે પ્રહલાદનગરમાં આવેલી ઓનેસ્ટ હોટલના માલિક સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોટલ માલિકે પોતાની હોટલમાં બાળકોને કામ પર રાખી ગુનો આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

ફરિયાદ મુજબ પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટ્રલ સોસાયટીના ઘનશ્યામ પ્રજાપતિ, બચપન બચાવો આંદોલન સંસ્થાના સ્ટેટ કોઓર્ડીનેટર શીતલ પ્રદીપ સહિત સીઆઇડી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઓનેસ્ટ હોટલ (પ્રિયા હોસ્પિટાલીટી એલ એલ પી)ના પાછળના ગેટથી અંદર જઈ તપાસ કરતા ૨ સગીર અને એક સગીરાને મંજૂરી કામે રાખવામાં આવ્યા હતા આ સગીરોને બપોરે ૧૨થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કામ કરવામાં આવતું હતું.

જેઓને દિવસના રૂ.૩૦૦ ભથ્થું આપવામાં આવતું હતું. આ બે સગીર અને સગીરામાંથી એકની ઉંમર ૧૮ વર્ષ હોવાનો આધાર કાર્ડ પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો. જાેકે તે દેખાવમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો લાગતો હતો. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ હોટલ માલિકનું નામ કાળુસિંગ જેતસિંગ રાજપૂત રહે, રાજપથ રો હાઉસ બંગલો, વસ્ત્રાપુર તેમજ મેનેજર બાબુલાલ કોદરજી લબાના રહે, શ્રીનંદનગર, વિભાગ-૩, વેજલપુરનો હોવાનું ખુલ્યું છે.

આ સગીરો અને સગીરાને બાળ વકલ્યાણ સમિતિ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર એલિસબ્રિજ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ બાળમજૂરો ગુજરાત, રાજસ્થાન અને યુપીના હોવાનું જાણવા મળ્યું છે. હોટલમાં માલિક વિરુધ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ૨૦૧૫ અને આઈપીસી ૩૭૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.