પ્રાંતિજઃ લીમલા ડેમમાં પાણી ભરતાં સાંસદ દ્વારા વધામણા
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના લીમલા ડેમમાં આ વર્ષે પડેલ વરસાદ ને લઈને પાણી ભરતાં ખેડૂતો સહિત ગામજનો માં આનંદ છવાયો છે તો સાબરકાંઠા-અરવલ્લીસાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા ડેમામા આવેલ નવાનીર ના વધામણા કરવામાં આવ્યા .
પ્રાંતિજ ના લીમલા ખાતે આવેલ અંગ્રેજોના સમય માં બનાવેલ ડેમ માં કેટલાય વર્ષોથી પાણી ની આવક ના થતા ડેમનું તળીયું દેખાતુ હતું પણ આ વર્ષે મેધરાજા ની અસીમ કુપા થતા અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ ને લઈને લીમલા ડેમમાં ૨૪ ફુટ ની કેપેસીટી માંથી ૨૪ ફુટ જેટલું પાણી ભરતાં આજુબાજુ માં આવેલ ૩૫ થી પણ વધારે ગામોના બોર કુવા રીચાર્જ થશે અને ખેડૂતો સહિત પશુ પંખીઓ ઓને પણ પાણી મળી રહશે
ત્યારે આ વર્ષે પાણી ભરાતા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા ડેમ ઉપર જઈ ને પાણીમાં શ્રીફળ ,ફુલ અર્પણ કરી ને પાણી ના વધામણા કર્યાં હતાં તો આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઇ પટેલ , રણજિતસિંહ રાઠોડ , વિપુલભાઈ પટેલ , કે.પી.પટેલ , ભાજપ કાર્યકરો , ગામજનો , આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.