Western Times News

Gujarati News

પ્રાંતિજખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના શ્રી ગણેશ 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ને ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો. પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાએ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ને ગુજરાત રાજ્ય ના  શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ એમ.ચુડાસમા તથા વાહન વ્યવહાર મંત્રી તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી ઇશ્વરભાઇ પટેલ તથા મંચ ઉપર બિરાજમાન મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા  કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી

તો સમગ્ર જિલ્લા માં આવેલ તમામ શાળાઓમાં ૨૫|૧૧|૨૦૧૯ થી ૩૦|૧|૨૦૨૦ સુધી વિવિધ શાળાઓમાં ૧૮ વર્ષ સુધીના બાળકોની શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ને લઇને બાળકો ની તપાસ કરવામાં આવશે અને બાળકો ને  કોઇ બિમારી લાગે તો સરકાર દ્વારા ફ્રી માં સારવાર સહિત નો ખર્ચ ઉપાડી લેવામાં આવશે તો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ સરકાર ની આરોગ્ય લક્ષી સેવાઓ ઉપર ફોકસ પારી સરકારી દવાખાના ઓમાં વધુ ને વધુ લાભ લેવા તથા સરકાર દ્વારા મળતી સહાયો સેવાઓ વિષે વિસ્તૃત દાખલા રૂપી સમજ આપી હતી

તો સંકુલમાં વુક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર  , જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે , જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલ  , જિલ્લા વિકાસ અધિકારી ર્ડા રાજેન્દ્ર પટેલ , પ્રાંતિજ-તલોદપ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા  , પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ , નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ , રઇશભાઇ કસ્બાતી , તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા ભાજપ શહેર પ્રમુખ બળવંતભાઈ પટેલ  , રણજીતસિંહ રાઠોડ  સહિત ભાજપ કાર્યકરો આગેવાનો તથા શાળા ના બાળકો શિક્ષકો અધિકારી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.