પ્રાંતિજના અંબાવાડા પાસેથી નવ યુવતીઓની પોલીસે અટકાયત કરી
આવતા જતા લોકોને ઉભા રાખીને લીફ્ટ માંગીને પેસાની માંગણી કરતી બદનામ કરવાની ધમકી આપતી, પોલીસ યુવાન ની ફરિયાદ આધારે અટકાયત કરી ને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી .
પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના અંબાવાડા ખાતે આવેલ પુલ ઉપર લીફટ માંગી આવતા જતા લોકો પાસેથી પેસા પડાવતી યુવતીઓની ગેંગ ને પ્રાંતિજ પોલીસે અટકાયત કરી.
પ્રાંતિજ તાલુકાના અંબાવાડા થી તલોદ રોડ ઉપર આવેલ અંબાવાડા પાસે આવેલ પુલ ઉપર આજે સવારે યુવતીઓની ગેંગ દ્વારા રોડ ઉપરથી પ્રસાર થતા કાર ચાલકો તથા બાઇક ચાલકો પાસે લીફટ માંગી ઉભા રાખી ને પુલ પાસે સતાયેલી અન્ય યુવતીઓ ને બોલાવીને બુમાબુમ કરીને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૨૫૦૦૦ ની માંગણી કરતા સ્થળ ઉપર ૧૫૦૦ રૂપિયા માંગી ને પતાવત કરતા જેથી ફરિયાદી વિષ્ણુજી શકરજી પરમાર રહે.
રામપુરા દ્વારા પોલીસ ને જાણ કરતા પ્રાંતિજ પોલીસ એ સ્થળ ઉપર જઈ યુવતીઓની ગેંગ ની અટકાયત કરી જેમાં નવ યુવતીઓ સામે આઈ પી સી કલમ 384,114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સબ ઇસ્પેક્ટર એ.જે.ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે. મનુભાઈ નાયી પ્રાંતિજ