પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ પ્રયાસ ગુપ દ્વારા સહારણારૂપ કામગીરી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કમાલપુર ખાતે કાર્યરત પ્રયાસ ગુપ દ્વારા આજે શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ધાટ ઉપર સફાઈ કરવામાં આવી હતી તો આ પ્રયાસ ગૃપની કામગીરી ને બિરદાવવામા આવી હતી.
પ્રાંતિજ ના કમાલપુર ખાતે રહેતા કેટલાક યુવાનો દ્વારા સમાજ સેવા ના હેતુ થી એક પ્રયાસ ગુપની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્રયાસ ગુપ દ્વારા સ્વચ્છતા સહિત જરૂરીયાત લોકો ની સેવા સહિત સમાજ સેવા માં કાર્યરત છે
ત્યારે આ પ્રયાસ ગુપ દ્વારા અગાઉ કમાલપુર ગામમાં જતાં આવતા રસ્તાઓની સફાઈ કરી હતી અને આજે પ્રયાસ ગુપ દ્વારા પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ધાટ ની સફાઈ કરાતા અહીં આવતા જતા દર્શનનાર્થીઓ સહિત મંદિર પરિષદ દ્વારા આ પ્રયાસ ગુપની કામગીરી ની સહારણા કરી હતી પ્રયાસ ગૃપ દ્વારા કરવામાં આવતી કામગીરી ખરેખ પ્રસસા રૂપ કામગીરી છે તેમ કહીએ તો નવાઇ નહી .