પ્રાંતિજના કમાલપુર ખાતે ABVP ટીમ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

– શ્રી રામ મંદિર ભૂમિ પૂજન નિમિત્તે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું . – કમાલપુર ખાતે આવેલ રામજી મંદિર માં રામધૂન પૂર્જા અર્ચના કાર્યક્રમો યોજાયા .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર ખાતે ABVP ટીમ દ્વારા શ્રી રામ મંદિર ના ભુમિ પુજન ને લઈને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું .
આજે ગુજરાત સહિત દેશમાં રામ જન્મ ભૂમિ પૂજન ને લઈને અનેરો અવસર જોવા મલ્યો છે ત્યારે પ્રભુ શ્રી રામ મંદિર નિર્માણ નો શિલાન્યાસ પ્રસંગ ને લઈને પ્રાંતિજ ના કમાલપુર ખાતે પણ કમાલપુર ગ્રામજનો દ્વારા રામજી મંદિર માં રામધૂન પૂર્જા અર્ચના કાર્યક્રમ યોજાયો હતો તો કમાલપુર ખાતે કાર્યરત ABVP ટીમ દ્વારા આજના અનેરા પ્રસગ ને લઈને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું .