પ્રાંતિજના ઘડી ગામેથી પિતામ્બરીમાં સજ્જ બ્રાહ્મણ યુવકો દ્વારા કાવડયાત્રા યોજાઈ
(પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઘણો જ ઓછો વરસાદ હોવાથી વરસાદ વરસે એ માટે મેઘરાજાને રીઝવવા ઠેર ઠેર પ્રાર્થનાઓ અને શિવજીને રીઝવવા સહિતના ઉપાયો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તાલુકાના ઘડી ગામના પિતામ્બરીમાં સજ્જ ૧૫ થી વધુ બ્રાહ્મણ યુવકો દ્વારા કાવડયાત્રા યોજાઈ હતી.
જેમાં તાંબાના લોટાઓમાં જળ ભરીને પ્રથમ ત્યાંથી ઘડી થી પાંચ કીલો મીટર દુર સાંઢેશ્ર્વર મહાદેવ મંદિરે જળ ચડાવી ત્યાંથી પરત ઘડી આવીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરી વરસાદ વરસે એ માટે મેઘરાજાની મહેર માટે સામુહિક પ્રાર્થના કરી હતી.
પીળા પીતાંબર પરિધાન કરેલા બ્રાહ્મણ યુવકો કાવડ સાથે આ યાત્રા યોજીને આ પંથકમાં વરસાદ માગવાના આ પ્રયાસને પંથકમાં સૌએ વધાવી લઈ ધન્યવાદ પાઠવ્યા હતા.