પ્રાંતિજના તાજપુર કૂઇ પાસે પાણીની બોટલો ભરેલ ડાલુ પલ્ટીખાઇ ગયું
પ્રાંતિજ: સાબરકાઠા જિલ્લાના અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના તાજપુર કૂઇ ખાતે પાણીની બોટલો ભરેલ ડાલુ પલ્ટીખાઇ જતા નેશનલ હાઈવે આઠ ઉપર પાણીની બોટલો ની રેલમ છેલ જોવા મળી .
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના તાજપુર કૂઇ પાસે અમદાવાદ તરફથી હિંમતનગર તરફ પાણીની બોટલો ભરીને જઈ રહેલ ડાલુ GJ01BV2040 નુ ટાયર ફાટતા પ્રાંતિજ ના તાજપુર કૂઇ નેશનલ હાઇવે આઠ ઉપર રોડ ની વચ્ચે ડાલુ પલ્ટીખાઇ ગયુ હતુ તો રોડ ની વચ્ચોવચ પાણીની બોટલો રોડ વચ્ચે રેલમ છેલ થઈ ગઈ હતી તો અકસ્માત મા ડાલા ચાલક સહિત કલીનર નો આબાદ બચાવ થયો હતો .