પ્રાંતિજના ત્રણ વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા
કોચ ગુરૂ ને પણ બેસ્ટકોચ ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો- સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ નું ગૌરવ .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ત્રણ વિદ્યાર્થીઓની પ્રસંગો થઇ
પ્રાંતિજ: અમદાવાદ ખાતે યોજાયેલ માર્શલ આર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોલ ઓફ ફેઈમ એવોર્ડ શો માં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ત્રણ વિદ્યાર્થીઓએ અલગ-અલગ કેટેગરી માં એવોર્ડ મેળવ્યા તો કોચ ગુરૂ ને પણ બેસ્ટકોચ ઓફ ધ યર ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ આવેલ એકલવ્ય ફાઉન્ડેશન ના ત્રણ વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે દર વર્ષની જેમ યોજાયેલ માર્શલ આર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોલ ઓફ ફેઈમ એવોર્ડ શો માં પ્રાંતિજ ના ત્રણ વિદ્યાર્થીઓને અલગ-અલગ કેટેગરી માં મેળવ્યા જેમાં આરવ સોની બેસ્ટ ફાઈટર ઓફ ઘ યર, રાધે સુખડીયા બેસ્ટ માર્શલઆર્ટિસ્ટ ઓફ ધ યર, યશ ટેકવાની બેસ્ટ કારટેકા ઓફ થ યર ના એવૉર્ડ થી નવજવામાં આવ્યા હતા. તે સાથે આ ત્રણે બાળકો ના ગુરુ હાર્દિક બ્રહ્મભટ્ટ ને પણ બેસ્ટ કોચ ઓફ ધ યર નો એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ શૉ માં ગુજરાતી ફિલ્મ જગતની ઘણી બધી હસ્તી ઓ પણ આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન માર્શલ આર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના જનરલ સેક્રેટરી શ્રી ગજાનંદ રાજપૂત ના નેજા હેઠળ થયું હતું. વધુ માં પ્રાંતિજ એકલવ્ય ફાઉન્ડેશન ના હાર્દિક બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે આવા પ્રોગ્રામ કરવાથી બાળકો માં આત્મવિશ્વાસ વધે છે અને આવી પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે અને બાળકો માં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે. માટે આવા પ્રોગ્રામ આગળ પણ થાય તે માટે આયોજક ગજાનંદ રાજપૂત નો આભાર માન્યો હતો .