પ્રાંતિજના ધડીના મઠ ખાતે આવેલ શિવમંદિર ખાતે યજ્ઞનુ આયોજન કરાયું

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ધડી ના મઠ મા આવેલ શિવમંદિર ખાતે યજ્ઞ નુ આયોજન કરવામા આવ્યુ હતુ .
પ્રાંતિજ તાલુકાના ધડીના મઠ ખાતે આવેલ શિવમંદિર ખાતે યજ્ઞ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મુખ્ય યજમાન પદે લાલપુર ગામના લાલસિંહ ઝાલાએ ધર્મ લાભ લીધો હતો અને બ્રાહ્મણો દ્રારા શાસ્ત્રોક્ત વિધિ થી પુજા કરાવવામા આવી હતી તો આ પ્રસંગે ભીખુસિંહ ઝાલા સહિત આગેવાનો ગામના લોકો સહિત ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી .