પ્રાંતિજના ધડી ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ધડી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો પાંચ મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં ધડીગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો .
પ્રાંતિજ તાલુકાના ધડી ખાતે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષ નો પાંચ મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ધડી ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ-૨૦૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૬૦ વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું
જયારે ૫૮ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો તો શાહિલ રાઠોડ અને સલીમભાઈ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી .