પ્રાંતિજના નનાનપુર ગામના તળાવમાં નર્મદાના નીરના વધામણા કરી શ્રી ગણેશ કરાવાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામના તળાવમાં નર્મદાના નીર પાઈપ- લાઈન દ્વારા નાખવાના શ્રીગણેશ થયા.
સાબરકાંઠા-અરવલ્લીના સંસદસભ્ય દિપસિંહ રાઠોડ અને પ્રાંતીજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,મા.મંત્રી જયસિંહ ચૌહાણ તથા પંચાયતના સભ્યો તથા ગ્રામજનો દ્વારા નર્મદા ના નીર ના વધામણા કરવામાં આવ્યા હતા. સંસદસભ્ય દિપસિંહ રાઠોડ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે દ્વારા ગામના વિકાસ કામોની માહિતી મેળવી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
