Western Times News

Gujarati News

પ્રાંતિજના પાડાની પોળમાં અસામાજિક તત્વોએ કારમાં આગ ચાંપી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પાડાની પોળ વિસ્તારમાં રાત્રીના સમયે ધર આગળ  પાર્ક કરેલ કારમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કાર માં  આગ લગાડવામાં આવી હતી

તો આજ કાર માં બીજી વખત આગ લગાડવામાં આવી છે આગ માં આગળ નો ભાગ બળી ને ભથ્થું થઇ ગયો.
પ્રાંતિજ ના પાડાની પોળ માં રાત્રી ના  બે વાગ્યા ની આસપાસ કોઇ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પાડા ની પોળ ધર આગળ આવેલ  રોડ ઉપર પાક કરેલ કારમાં આગળ  ના ભાગે થી આગ ચાપતા કાર નો આગળ  નો ભાગ જોત જોતામાં બળી ને સ્વાહા થઇ ગયો હતો

તો તે સમય દરમ્યાન અચાનક પોળ માં રહેતાં એક યુવાન જાગી જતા બુમાબુમ કરી મુકતા કાર માલિક રાઠોડ કિરણભાઇ પ્રકાશ ભાઇ સહિત પોળ માં રહેતાં રહીશો  તથા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતાં અને કારમાં લાગેલ આગ હોલવી હતી તો કારમાં સીએનજી કીટ પણ ફીટ કરેલ હતી

અને આગ  પાછળ સુધી પોહચી હોત તો રાત્રીના સમય દરમ્યાન મોટી દુર ધટના બની હોત  તો આ અંગેની જાણ કાર માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતીતો આજ વિસ્તાર માં કાર ને નિશાનબનાવવા માં આવતી હોવાની આ ત્રીજી ધટના છે

જેમાં અગાઉ એક કાર ને ફુટ પટ્ટી નાખી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો તો  રાજુભાઇ સોની ની કાર તો વગર ચાવીએ ખોલી લઇ જઇ ભોઇવાસ પાસે આવેલ કેનાલ મા નાખી દેવામાં આવી હતી અને કાર ને નુકશાન કયું હતું તો આ કાર ને પણ અગાઉ ૨૬-૧૨-૨૦૧૯ મા રાત્રી દરમ્યાન જ કાર ને પાછળ ના ભાગે થી આગચંપી કરવામાં આવી હતી

ત્યારે હાલતો કારમાં અવરનવર આગચંપી ને લઈને કાર માલિક સહિત આજુબાજુ માં રહેતા રહીશો માં ભય નો માહોલ પેદા થયો છે ત્યારે રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા પેટ્રોલિગ કરવામાં આવે તેવી પોળ ના રહીશો દ્વારા  માંગ ઉઠવા પામી છે

અને આવા અસામાજિક તત્ત્વો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી કાર માલિક સહિત પોળ ના લોકો જણાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.