પ્રાંતિજના પોગલુ ખાતે આયુર્વેદિક ઉકાળો બનાવીને ગ્રામજનોને પીવડાવવામા આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/15-1024x576.jpeg)
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના પોગલુ ખાતે આવેલ શ્રી વારાહી શક્તિ પીઠ મંદિર ખાતે આયુર્વેદિક ઉકાળો બનાવી ગ્રામજનો ને પીવડાવવામા આવ્યો
જીલ્લા સહિત તાલુકામા કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે ત્યાર લોકો ને કોરોના સામે રક્ષણ મળે તે માટે પ્રાંતિજ ના પોગલુ ખાતે પોગલુ જાયન્ટસ ગ્રુપ , મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા ના સહયોગ થી શ્રી વારાહી શક્તિ પીઠ ખાતે આયુર્વેદિક ઉકાળો બનાવી ને ગામના લોકો ને પીવડાવવામા આવ્યો હતો
તો આ પ્રસંગે મંદિર ના મહંત સુનિલદાસજી મહારાજ , ર્ડા.અંકિતાબેન , તાલુકા હેલ્થ ઓફિસર સોલકી , ગામના સરપંચ રમીલાબેન પટેલ , અરૂણભાઇ મહારાજ સહિત પોગલુ જાયન્ટસ ગુપ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .