પ્રાંતિજના ફતેપુર આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કાર્યકરનો શુભેચ્છા સમારંભ યોજાયો
પ્રાંતીજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હડમતિયા સબ સેન્ટરના ફીમેલ હેલ્થ વર્કર શ્રીમતી જશોદાબેન પટેલ આગામી ૩૧ માર્ચના રોજ વય નિવૃત્ત થતા હોઈ તેઓએ આપેલ શ્રેષ્ઠ સેવાઓના સન્માન માટેનો કાર્યક્રમ તા:૦૩/૦૩/૨૦૨૦ ના રોજ ફતેપુર આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આર.કે.યાદવ,પોગલું મેડીકલ ઓફિસર ડૉ.એ.એચ.સોલંકી ,ફતેપુર મેડીકલ ઓફિસર ડૉ.નિશિત આર.શાહ તથા પોગલું અને ફતેપુર આરોગ્ય કેન્દ્ર ,તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતીજ ના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
જશોદાબેન પટેલે છેલ્લા 35 વર્ષોથી ફતેપુર અને હડમતિયા આરોગ્ય કેન્દ્રમા ઉત્તમ સેવાઓ આપેલ છે, તમામ સ્ટાફ દ્વારા તેમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.સન્માનના પ્રત્યુત્તરમાં જશોદાબેન ભાવુક બની ગયેલા અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો, શ્રીમતિ જશોદાબેન તથા વાસુદેવભાઈ દ્વારા તમામ સ્ટાફ માટે સપ્રેમ ભોજન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શૈલેષ નાયી દ્વારા કરવામાં આવ્યું હતું.