પ્રાંતિજના ફતેપુર ખાતે હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામે જિલ્લા કલેક્ટર શ્રી સી.જે.પટેલની સુચનાથી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.આર.કે.યાદવના માર્ગદર્શનથી ફતેપુર મેડિકલ ઓફિસર ડૉ.પાર્થ પટેલ તથા સુપરવાઈઝર કીર્તિ પટેલના સુપરવિઝનથી ફતેપુર ગામે રોગ પ્રતિકારકશક્તિ મળી રહે તેવા ઉદ્દેશથી સરકારી હોમિયોપેથીક દવાખાનાના ડૉ.યતીન જોષી દ્વારા હોમીઓપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોગલું મેડિકલ ઓફિસર ર્ડા.એ.એચ.સોલંકી દ્વારા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સમજણ આપી હતી તથા પોગલું વારાહી શક્તિપીઠના મહંત સુનિલદાસજી મહારાજ,સોનાસણ આયુર્વેદ દવાખાનાના ર્ડા.અંકિતાબેન દ્વારા આયુર્વેદિક ઉકળાનું મહત્વ સમજાવ્યું હતું. લોકોને સોસીયલ ડિસ્ટનસિંગ જાળવીને કોરોના વાયરસ સામે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.વધુમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગામમાં શરદી,ઉધરસ,તાવ,શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા દર્દીઓની તપાસ કરવા સહીતનો સર્વે ઘરે-ઘરે જઈને કરીને જનજાગૃતિ આવે તે માટે પત્રિકાનું વિતરણ,વારંવાર સાબુપાણીથી હાથ ધોવા,માસ્કનો ઉપયોગ કરવો જેવા કોરોનાથી બચવાના ઉપાયોની સમજ તેમજ આરોગ્યસેતુ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગની કરવાની માહિતી આપી હતી.