પ્રાંતિજના મોયદ પ્રાથમિક શાળાના બાળકો મોતના મુખમાં ભણતર લઇ રહ્યાં છે
(1) શાળા ને નોનયુઝ જાહેર કર્યા પછી પણ છત નીચે ભણતર (2) ૧ થી ૫ ધોરણ ના બાળકો મોત ના મુખમાં ભણતર લઇ રહ્યાં છે. (3) – ૬૪ બાળકો જીવના જોખમે ભણતર મેળવે છે . (4) – શાળા માં છત પર થી પોપડા પડે છે તો ચોમાસા માં પાણી (5) લોખંડ ના સળીયા પણ કાટ આવી ને ખવાઇ ગયા છે .
(6) નોનયુઝ જાહેર કર્યા બાદ પણ શિક્ષકો બાળકો ને શાળા માં ભણાવે છે (7) મોત ની છત નિચે ભાવી પેઢી નું ભણતર .
.
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ ખાતે આવેલ શ્રી મોયદ નાથાજી ગુજરાતી પ્રાથમિક શાળા ના બાળકો મોત ના મુખમાં ભણતર લઇ રહ્યાં છે તો શાળા ને છેલ્લા એક વર્ષથી નોન યુઝ જાહેર કર્યા બાદ પણ ૬૪ બાળકો જીવના જોખમે ભણતર મેળવે છે .
પ્રાંતિજ તાલુકા ના મોયદ ખાતે આવેલ શ્રી મોયદ નાથાજી પ્રાથમિક શાળા ના બાળકો મોત ના મુખમાં ભણતર લઇ રહ્યાં છે છેલ્લા એક વર્ષથી આખી શાળા નોનયુઝ કરવામાં આવી છે અને શાળા નો એક રૂમ તો જમીન દોષ કરી દેવામાં આવ્યો છે તો હાલ શાળા માં બે રૂમ તથા એક સિનટેશ નો રૂમ આવેલ છે જેમાં બન્ને રૂમ તથા સિનટેશ ના રૂમ ને પણ નોનયુઝ જાહેર કર્યા છે તો શાળા માં આવેલ બન્ને રૂમ ની હાલત દયનીય છે દિવાલો ઉપર ચારેય બાજુ જયા જુઓ ત્યાં ઉપરથી નીચે સુધી મોટી મોટી તિરાડો જોવા મળે છે
તો ધાબા ની છત ઉપર થી અવારનવાર ચાલુ શાળાએ પોપડા પડે છે તો છત ઉપર સળીયા પણ દેખાય છે અને સળીયા પણ ખવાઇ ગયા છે તો ચોમાસા માં તો અહી રૂમોમાં પાણી પડે છે તો શાળા માં બનાવેલ સિનટેશ નો રૂમ ની પણ હાલત દયનીય છે ચારે બાજુ ગરમી થી ખરાબ થઇ ગયું છે તો વચ્ચે આવેલ છત તો નીચે પડુ પડું થઇ રહી છે
તો પણ શાળા ના શિક્ષિકો દ્વારા શાળા માં ૧ થી ૫ ધોરણ માં અભ્યાસ કરતાં ૬૪ બાળકો ને આ છત નીચે ભણાવે છે તો શાળા નો બનાવેલ વરડો પણ પડું પડું થઇ રહ્યો છે તો આ શાળા માં ગમે ત્યારે અકસ્માત સર્જાય શકે છે તેવુ શાળા ના શિક્ષિકો તથા તંત્ર ને જાણ હોવા છતાં હાલતો આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને કોઇ અન્ય જગ્યાએ કે કોઇ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી તો આ અંગે શાળા મુખ્ય શિક્ષિકા તથા શાળા ના શિક્ષિકો ને પુછતાં તેવોએ કેમેરા સામે આવવાની કે કોઇપણ બોલવાની ના પાડી હતી તો હાલતો આ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતાં ૬૪ બાળકો પોતાના જીવના જોખમે ભણતર લઇ રહ્યાં છે ત્યારે ના કરે નારાયણ ને કઇ ધટના બનશે તો જવાબદાર કોન ?
શાળા માં એક થી પાંચ માં અભ્યાસ કરતાં બાળકો ની સંખ્યા ધોરણ-૧ – ૧૩ ધોરણ-૨ – ૧૨ ધોરણ-૩ – ૧૯ ધોરણ-૪ – ૦૮ ધોરણ-૫ – ૧૨ કુલ = ૬૪
પ્રાંતિજતાલુકાશિક્ષણાઅધિકારી કે.આર.મકવાણા નું શું કહેવું થાય છે . મારી ધ્યાન ઉપર આવતા હું તાત્કાલિક મોયદ ખાતે આવેલ શાળા ની મુલાકાત લીધી છે અને અન્ય શાળા માં વ્યવસ્થા કરવાની સુચના આપી દીધી છે અને શાળા માં ત્રણ નવા ઓરડા ની દરખાસ્ત પણ કરવામાં આવશે .