પ્રાંતિજના રામપુરા ગામની સીમમાં આવેલ વહાણવટી માતાના મંદિરે ભોજન ધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના છસ્સો વરસ પૌરાણિક રામપુરા ગામના સીમાડામા આવેલા ભગવતી ખીજડા વાળા સિક્કોતર માતાજી ના મંદિરના પ્રાંગણ માં તા ૨૬.૮.૨૦૧૮ ને સોમવાર ના રોજ વિશાળ હરસિદ્ધ ભોજનધામ નુ વિધિવત ઉદઘાટન એન આર આઇ.અને આણંદ પાસે સારસા ના વતની માઈભકત હેમતભાઈ ઉર્ફે મુન્નાભાઈ પટેલ તેમજ રામપુરા ના વતની અને ગાધીનગર ના ડેપ્યુટી કલેકટર અનસૂયાબેન જહાં દાનદાતા અને નનાનપુર ના વતની મૂકેશભાઈ પી.પટેલ…ઉધોગપતિ નરેશભાઈ જહાં દ્વારા રામદેવપીર મંદિરના મહંત શ્રી હરિચરણદાસ બાપુ..કચ્છના માતાજી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભોજનાલયનુ વિધિસર ઉદઘાટન કરી લોકના ઉપયોગમા સમર્પિત કરવામા આવ્યુ હતું. આ પૃસંગે મહેમાનોના સ્વાગત સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માતાજી ના પરમભકતો ડાહયાભાઈ પ્રજાપતિ..મનુભાઈ આઈ.નાયી.. નવા ના વાસુદેવભાઈ નાયી રાજુભાઇ પટેલ કમલેશભાઈ પંચાલ..ફૂલસિહ ચૌહાણ નવાવાળા .મેહુલભાઈ નાયી. અશોકભાઈ પટેલ..વિષણુભાઈ નાયી,મહેન્દ્ર.પટેલ. સહિતના માઈ સ સેવકોએ ખડેપગે રહી સેવાઓ આપી હતીતો રામપુરા ના સરપંચ ભગવાનદાસ માજ સરપંચ નરસિંહભાઈ પટેલ વગેરેએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..માતાજી ના આ ધામના વિકાસ માટે માતાજી ના ગુજરાત ભરના સેવકો તતબરતા બતાવી રહયા છે અહીં ભક્તો ની તમામ સુવિધાઓ મળી રહે એ પ્રકારના પ્રયાસો થઈ રહયા છે.*