પ્રાંતિજના લીમલા ખાતે કોબીજ પકવતા ખેડુતો ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

(પ્રતિનિધિ) પ્રાંતિજ, પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકો શાકભાજી નો હબ છે અને અહી મુખ્યત્વે શાકભાજી માં કોબીજ ફ્લાવર નુ પુસ્કર પ્રમાણ મા વાવેતર થાય છે ત્યારે લીમલા ના ખેડુતો દ્રારા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ એગ્રોસ્ટાર માંથી નામધારી દ્ગજી૧૯૬ કોબીજ નુ બિયારણ ની ખરીદી કરવામા આવી હતી
જેમા લીમલા ખાતે રહેતા ભીખાભાઇ ચતુરભાઇ પટેલ , પટેલ વિનય કુમાર ધનજીભાઇ , રોહિત કુમાર ધનજીભાઇ , નરેન્દ્રભાઈ પ્રહલાદ ભાઇ સહિત ના ખેડુતો દ્રારા પાક માટે બિયારણ ની ખરીદી કરી ખેતરો મા ધરૂ નાખવામા આવ્યો
જેમા કોબીજ નુ દ્ગજી૧૯૬ બિયારણ ભેળસેળ યુક્ત નિકળતા ભીખાભાઇ પટેલ ને ૨૧,૬૦,૦૦૦ , વિનય કુમાર પટેલ ને ૨૧,૬૦,૦૦૦ , પટેલ રોહિત કુમાર ૧૯,૨૦,૦૦૦ , પટેલ નરેન્દ્રભાઈ ને ૬,૪૦,૦૦૦ ના ઉત્પાદન નુ નુકસાન ગયેલ હોય ખેડૂતો દ્રારા કંપની બાદ તંત્ર મા પણ રજુઆત બાદ પણ કોઇ કાર્યવાહી કે
ખેડુતોને વળતર ના ચુકવાતા ખેડુતો ને કરોડો રૂપિયા નુ નુકસાન જતા ખેડૂતો દ્રારા આખરે ન્યાય મળે તે માટે પ્રાંતિજ ખાતે કાર્યરત ગ્રાહક હિત મંડળ ના દ્વારે પહોચ્યા હતા તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ ના પ્રમુખ નટુભાઈ બારોટ દ્રારા ફરીયાદ લઈ ને આધાર પુરાવા એકઠા કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી .