Western Times News

Gujarati News

પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત

– અકસ્માત માં પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા  પ્રમુખ સુંદરબેન તુલસીભાઇ કહાર નુ ધટના સ્થળે મોત .

– ઇકો કારમાં સવાર છ ને ઇજાઓ પહોચતા ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા .

– ઇકો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત .

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસે ઇકોકાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકોમા સવાર પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ સુંદરબેન તુલસીભાઇ કહાર નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો અન્ય છ ને ઇજાઓ પહોચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં .

પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે દહેગામથી લૌકિક કિયામા જઇને આવતી ઇકો કાર  GJ9BB9217 અને ચિલોડા તરફ થી આવતી કાર GJ09BE0684 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જોકે બન્ને કાર પ્રાંતિજ ની હતી તો અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રેનોલ્ટ કેવિડ કંપની ની કાર રોડ ની વચ્ચે આવેલ ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી અને ડીવાઇડર વચ્ચે આવેલ ઝાડ કાર નુ પતરૂ ચીરીને ઝાડ વચોવચ આવી ગયું હતુ તો ઇકો કારમાં સવાર નગરપાલિકાના ના પૂર્વ મહિલા સુંદર બેન તુલસીભાઇ કહાર નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો ઇકો કારમાં સવાર અન્ય છ ને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ તથા ત્યાથી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં .

ઇજા ગસ્તો ના નામ : (૧) લીલાબેન ગોકુલભાઇ કહાર,  (૨) મંગુબેન તખાજી મકવાણા,  (૩) ચંદાબેન કચરાજી મકવાણા
(૪) માયા બેન ભરતજી મકવાણા (૫) કંકુબેન નટવરભાઈ વાધેલા (૬) કાશીબેન કેશાજી મકવાણા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.