પ્રાંતિજના વૃધ્ધાશ્રમ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે સિનીયર સિટીઝન મંડળ તથા જાયન્ટસ ગૃપ પ્રાંતિજ ના સહયોગ થી એક દિવસ માટે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વુધ્ધા શ્રમ ના વુધ્ધો સિનીયર સિટીઝન ના સભ્યો અને જાયન્ટસ ગૃપ સભ્યો ગરબે ધુમ્યા હતાં .
આદ્યશક્તિ પર્વ ને લઇને નવરાત્રી ના ત્રીજા દિવસે પ્રાંતિજ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગૃપ પ્રાંતિજ તથા સીનીયર સીટીઝન મંડળ ના સહયોગ થી વૃધ્ધાશ્રમ ખાતે બપોર ના સમયે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનીયર સિટીઝન મંડળ ના સભ્યો તથા પ્રાંતિજ જાયન્ટસ ગૃપ પ્રાંતિજ તથા વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો ગરબે રમતા જોવા મલ્યા હતાં તો વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો ગરબે ગરબા ઘુમતા નજરે પડયા હતાં તો વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો ને પોતાના યુવાની ના દિવસો યાદ આવી ગયા હતાં
તો નવરાત્રી પાવન પ્રસંગે વૃધ્ધાશ્રમ માં રહેતા ધીરૂભાઇ પટેલે શિવજી નો વેશ નો વેશ ધારણ કર્યો હતો તો વૃધ્ધાશ્રમ માં રહેતા અંજના બેન દ્વારા ફિલ્મ નું ગીત ગાઇને ઉપસ્થિત સર્વે નું દિલ જીતીલીધું તો આ પ્રસંગે વૃધ્ધાશ્રમ ના ટ્રસ્ટી વિભાષભાઇ , નવીનભાઇ શાહ , સિનિયર મંડળ ના મંત્રી સમિષ્ઠા બેન ખમાર , શરદભાઇપરીખ , ધનજીભાઇ પટેલ , અરવિંદભાઇ રાવલ , શભુભાઇ રાવલ , પ્રાંતિજ જાયન્ટસ સ્થાપક ર્ડા એન.કે.ડેરિયા , નગરપાલિકા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , વજેશભાઇ ભાવસાર સહિત જાયન્ટસ ગુપ તથા સીનીયર સીટીઝન મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં તો કાર્યક્રમ નું સફળ સંચાલન સમિષ્ઠા બેન ખમાર દ્વારા કરવામાં આવ્યું હતું .